Importance of Swastik | Vastu Shastra | Vaastu Tips | વાસ્તુ શાસ્ત્ર - પૂજા કે શુભ કાર્યોમાં સ્વસ્તિક(સાથિયો)નું મહત્વ
તમે જોયુ હશે કે લોકો પૂજા સ્થાનમાં અથવા કોઈ શુભ પ્રસંગે સ્વસ્તિકનું નિશાન બનાવે છે. તેની પાછળ માન્યતા છે કે સ્વસ્તિક શુભ અને લાભમાં વધારો કરનારો હોય છે.
વાસ્તુ શાસ્ત્ર મુજબ સ્વસ્તિકનો સંબંધ અસલમાં વાસ્તુ સાથે છે. તેની બનાવટ એવી હોય છે કે દરેક દિશામાં એક જેવો દેખાય છે. પોતાની બનાવટની આ ખૂબીને કારણે તે ઘરમાં રહેલા દરેક પ્રકારના વાસ્તુદોષને ઓછા કરવામાં સહાયક હોય છે.
શાસ્ત્રોમાં સ્વાસ્તિકને વિષ્ણુનુ આસન અને લક્ષ્મીનુ સ્વરૂપ માનવામાં આવે છે. ચંદન, કંકુ અને સિંદૂરથી બનેલ સ્વસ્તિક ગ્રહ દોષને દૂર કરનારો હોય છે અને ધન કારક યોગ બનાવે છે.
વાસ્તુશાસ્ત્ર મુજબ અષ્ટઘાતુનો સ્વસ્તિક મુખ્ય દ્વારની પૂર્વ દિશામાં મુકવાથી સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે.