રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : સોમવાર, 26 એપ્રિલ 2021 (12:57 IST)

ઘરમાં ચાંદીનો મોર રાખવાથી ચમકી જશે કિસ્મત- ધનની પરેશાની દૂર કરે છે

આમ તો ચાંદી એક શુભ ધાતુ છે અને આ ધાતુથી બનેલી વસ્તુઓ પણ શુભ ફળ જ આપે છે. તેમજ મોર, મયૂર પણ દેવતાઓનો પ્રિય છે. માં સરસ્વતી, ભગવાન શ્રીકૃષ્ણ, કાર્તિકેય અંવ શ્રીગણેશજીની ફોટામાં આ શુભ પંખી જોવાય છે. આજે અમે તમને જણાવીશ કે ઘરમાં ચાંદીનો મોર રાખવાથી શું લાભ મળે છે. 
1. નૃત્ય કરતો ચાંદીનો મોર ઘરમાં ચાલી રહ્યા ધન સંકટને દૂર કરે છે. 
2. ચાંદીનો મોરનો જોડો લગ્ન જીવનમાં પ્રેમ અને શાંતિ લઈને આવે છે. 
3. ચાંદીની સિંદૂરની ડિબ્બીમાં ચાંદીનો જ મોર બનેલું હોય તો આ અખંડ સૌભાગ્યનો પ્રતીક હોય છે. 
4. ઘરના ડ્રાઈંગ રૂમમાં ચાંદીનો મોર સફળતાનો સંદેશ લાવે છે. 
5. પૂજા ઘરમાં શાંત બેસેલો ચાંદીનો મોર રાખવાથી પૂજાનો પુણ્યફળ બમણુ થઈ જાય છે. 
5. અપરિણીત લોકોના રૂમમાં ચાંદીનો મોર રાખવાથી તેમના મનમાં પ્રેમ અને લગ્નના પ્રત્યે રૂચિ વધી જાય છે. 
6. ભાગ્યમાં વૃદ્ધિ અને ચમક ઈચ્છો છો તો કોઈ પણ પૂણિમાના દિવસે ચાંદીનો મોર લઈ આવોઅ અને તેને તિજોરીમાં મૂકો.