પતિ પત્ની વચ્ચે પ્રેમ વધારશે આ વાસ્તુ ટિપ્સ

Last Updated: બુધવાર, 28 ઑગસ્ટ 2019 (17:49 IST)
આપના લગ્નજીવનમાં પરેશાનીઓ હોય કે પ્રેમની કમી હોય તો તમે તમારા બેડરૂમમાં કેટલીક વાતો પર ધ્યાન આપવુ જોઈએ કારણ કે વાસ્તુશાસ્ત્ર કહે છે કે જો બેડરૂમમાં વસ્તુઓ યોગ્ય રીતે ન મુકી હોય તો દાંમ્પત્ય 
જીવનમાં તમામ પ્રકારની મુશ્કેલીઓ આવી શકે છે. 
 
તો આવો જાણીએ બેડરૂમમાં શુ ધ્યાન રાખશો 
1. બારી- બેડરૂમમાં આવનાર પ્રકાશ દાંમ્પત્ય જીવનમાં ખૂબ જરૂરી છે તેથી બેડરૂમમાં બારી જરૂર હોવી જોઈએ. 
 
2. ક્યારે પણ બે સિંગલ બેડને ડબલ કરીને નથી રાખવું જોઈએ. જો તમે પ્રેમ ઈચ્છો છો તો બેડરૂમમાં 
હમેશા એક જ બેડ રાખવું જોઈએ. 
 
3. બેડરૂમમાં ક્યારે પણ ભગવાન કે ધાર્મિક ચિત્ર નહી લગાવવુ જોઈએ તમે ઈચ્છો તો રાધા કૃષ્ણનો ફોટા 
 
લગાવી શકો છો કારણ કે તે પ્રેમને સંબોધિત કરે છે. તે તમે નાર્થ દિશામાં લગાવી શકો છો. 
 
4. સૂતા સમયે તમારા પગ ઉત્તર અને માથું દક્ષિણ દિશામાં હોવા જોઈએ. તેનાથી પૉજિટિવ એનર્જી 
 
આવે છે અને સવારે ઉઠતા જ તમારામાં પ્રેમનો ભાવ વધે છે. 
 
5. બેડરૂમમા ક્યારે પણ મંદિર નહી હોવું જોઈએ. તેનાથી પતિ-પત્નીના વચ્ચે નેગેટિવ એનર્જી આવે છે. 
 


આ પણ વાંચો :