શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : શનિવાર, 4 નવેમ્બર 2017 (17:17 IST)

વાસ્તુ શાસ્ત્ર - કાચબાવાળી અંગૂઠી પહેરવાના આ છે ફાયદા..

જ્યોતિષ શાસ્ત્રમાં દરેક રત્નવાળી અંગૂઠી કોઈને કોઈ ગ્રહ સાથે સંબંધ રાખે છે.  આજકાલ લોકો જ્યોતિષિની સલાહ પર રત્નોની અંગૂઠી કે બ્રેસલેટમાં મઢીને હાથ કે ગળામાં ધારણ કરે છે. આ રત્ન જુદા જુદા રંગના હોય છે.. વર્તમાન દિવસોમાં એક અંગૂઠી લોકોના હાથમાં દેખાય છે અને એ છે કાચબાવાળી અંગૂઠી છે. 
 
મોટા મોટા ફિલ્મ સ્ટાર પણ આ કાચબાની આંગળીને ધારણ કરે છે. કાચબાવાળી આ આંગળીને વાસ્તુ શાસ્ત્રમાં શુભ માનવામાં આવે છે. આ આંગળી વ્યક્તિના જીવનની અનેક દોષોને શાંત કરે છે. આ ઉપરાંત આ અંગૂઠીને ધારણ કરવાથી આત્મવિશ્વાસ વધે છે. 
 
શાસ્ત્રો મુજબ કાચબાને સકારાત્મકતા અને ઉન્નતિનુ પ્રતિક માનવામાં આવે છે. કાચબાને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે કારણ કે સમુદ્ર મંથનના સમયે કાચબા સાથે લક્ષ્મીજી પણ ઉત્પન્ન થયા હતા.  તેથી વાસ્તુ શાસ્ત્રમાં કાચબાને આટલુ મહત્વ આપવામાં આવ્યુ છે.  આ ઉપરાંત કાચબાને ધનની દેવી સાથે જોડીને પણ જોવામાં આવે છે.  જે ધૈર્ય શાંતિ સતતતા અને સમૃદ્ધિનુ પ્રતિક છે. 
 
ક્યારે પહેરશો - શુક્રવારના દિવસે જ આ અંગૂઠી ખરીદો અને લક્ષ્મીજીની મૂર્તિ સામે થોડીવાર મુકો.. પછી તેને દૂધ કે ગંગાજળથી અભિષેક કરી ધારણ કરો.  આંગળી ધારણ કરવાના ક્રમમાં લક્ષ્મીના બીજ મંત્રનો જાપ કરી શકો છો. 
 
સાવધાની રાખો - આ અંગૂઠીને પહેર્યા પછી તેને ગુમાવવી જોઈએ નહી.. તે ખોવાય જાય તો તેની દિશા પલટાય જાય છે અને ધન મેળવવામાં અવરોધ ઉભો થાય છે.