ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 16 માર્ચ 2018 (16:11 IST)

Vastu Tips - સૂતી વખતે આ વાતોનુ રાખશો ધ્યાન તો નસીબ બદલાય જશે

ચેનથી ઉંઘવુ દરેકની ઈચ્છા હોય છે. સામાન્ય રીતે આપણે સારી ઉંઘ માટે સામાન્ય ઉપાય અપનાવીએ જ છીએ. એટલેકે સ્વચ્છ બેડ.. શાંતિ પૂર્ણ વાતાવરણ કે પછી કંઈક સારુ મ્યુઝિક કે ભજન સાંભળીને કે કોઈ પુસ્તક વાંચીને પથારી પર જવુ. પણ શુ તમે જાણો છો કે કેટલીક વાતો એવી પણ છે તમારી સારી ઊંઘ છતા પણ કેટલીક વિપરિત અસર છોડે ક હ્હે. 
 
વાસ્તુ વિશેષજ્ઞ મુજબ પુરાણો અને ધર્મશાસ્ત્રોમાં ઉલ્લેખિત કેટલીક ટિપ્સ આપવામાં આવી છે. જેનુ પાલન કરીને તમે  સારી ઉંઘ જ નહી પણ જીવનના બધા ક્ષેત્રોમાં તેની સકારાત્મક અસર મેળવી શકશો.  
 
આવો જાણો પથારી પર જતા પહેલાની વાસ્તુ ટિપ્સ 
- સૂમસામ ઘરમાં એકલા ન સુવુ જોઈએ. દેવમંદિર અને સ્મશાનમાં પણ ન સૂવુ જોઈએ (મનુસ્મૃતિ) 
- કોઈ સૂતેલા મનુષ્યને અચાનક ન જગાડવો જોઈએ (વિષ્ણુ સ્મૃતિ) 
-વિદ્યાર્થી નોકર અને દ્વારપાલ તેઓ વધુ સમય સુધી સૂતા હોય તો તેમને જગાડી દેવા જોઈએ. (ચાણક્યનીતિ) 
- સ્વસ્થ મનુષ્યએ આયુરક્ષા માટે બ્રહ્મમુહુર્તમાં ઉઠવુ જોઈએ (દેવીભાગવત) 
- બિલકુલ અંધારા રૂમમાં ન સુવુ જોઈએ (પદ્મપુરાણ) 
- ભીના પગ લઈને ન સુવુ જોઈએ. સૂકા પગ કરીને સૂવાથી લક્ષ્મી(ધન)ની પ્રાપ્તિ થાય છે. (અત્રિસ્મૃતિ) 
- તૂટેલા પલંગ પર અને એંઠા મોઢે સુવુ વર્જિત છે (મહાભારત) 
- નગ્ન થઈને ન સુવુ જોઈએ (ગૌતમધર્મસૂત્ર) 
- પૂર્વની તરફ માથુ કરીને સૂવાથી વિદ્યા પશ્ચિમ તરફ માથુ કરીને સૂવથી ચિંતા ઉત્તર તરફ માથુ કરવાથી ગોલ્ડનુ નુકશાન અને દક્ષિણ તરફ માથુ કરીને સૂવાથી ધન અને આયુની પ્રાપ્તિ થાય છે. (આચારમયૂખ) 
- દિવસે ક્યારેય ન સુવુ જોઈએ. પણ જેઠ મહિનામાં બપોરના સમય એક મુહૂર્ત (48 મિનિટ) માટે સૂઈ શકાય છે. 
- દિવસમાં અને સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂનારા રોગી અને દરિદ્ર થઈ જાય છે. (બ્રહ્મવૈવર્તપુરાણ) 
- સૂર્યાસ્તના એક પ્રહર (લગભગ 3 કલાક) પછી જ સુવુ જોઈએ. 
- ડાબી કરવટ સુવુ સ્વાસ્થ્ય માટે હિતકર છે. 
- દક્ષિણ દિશા (South) માં પગ કરીને સુવુ ન જોઈએ. યમ અને દુષ્ટદેવોનો નિવાસ રહે છે. કાનમાં હવા ભરાય છે. મસ્તિષ્કમાં લોહીનો સંચાર ઓછો થઈ જાય છે. સ્મૃતિ ભ્રંશ મોત અને અસખ્ય બીમારીઓ થાય છે. 
- હ્રદય પર હાથ મુકીને છાતી કે પાટ કે બીમ નીચે અને પગ પર પગ ચઢાવીને ન સુવુ જોઈએ 
- પથારી પર બેસીને ખાવુ પીવુ અશુભ છે. 
- સૂતા સૂતા વાંચવુ ન જોઈએ 
- લલાટ પર તિલક લગાવીને સુવુ અશુભ છે. તેથી સૂતી વખતે તિલક હટાવી દો.