સોમવાર, 25 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 2 સપ્ટેમ્બર 2022 (09:27 IST)

Vastu Tips For Mor Pankh: આ દિશામાં મોરપીંછ મુકશો તો ઘરમાં થશે ધનની વર્ષા

Peacock Feather
Vastu Tips For Mor Pankh: વાસ્તુશાસ્ત્રમાં આર્થિક સંકટથી બચવા અને ઘરમાં સુખ-શાંતિ જાળવવા માટે વિવિધ ઉપાયો જણાવવામાં આવ્યા છે. જો તમે નિયમો અનુસાર તમામ ઉપાયોનું પાલન કરો છો, તો તેની અસર પણ જોવા મળે છે. આવું જ એક વાસ્તુશાસ્ત્ર મોરપીંછ સાથે પણ જોડાયેલું છે. મોરપીંછને  ભગવાન કૃષ્ણનું આભૂષણ પણ માનવામાં આવે છે. કૃષ્ણનો શ્રૃંગાર મોરપીંછ વિના અધૂરો માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ભગવાન કૃષ્ણ ઉપરાંત મોરપીંછ માતા સરસ્વતી, માતા લક્ષ્મી, ઇન્દ્રદેવ અને ભગવાન કાર્તિકેયને પણ ખૂબ પ્રિય છે.
 
એટલા માટે લોકો મોટાભાગે ઘરમાં મોરપીંછ રાખે છે. જો કે કેટલાક લોકો તેનો માત્ર શોપીસ તરીકે ઉપયોગ કરે છે, તો કેટલાક લોકો અલગ-અલગ કારણોસર મોરપીંછને ઘરમાં મુકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર મોર પીંછાને યોગ્ય દિશા અને કેટલાક નિયમો સાથે ઘરમાં મુકવાથી ઘરમાંથી આર્થિક સંકટ દૂર થાય છે.
 
મોરપીંછ  મુકવા માટે યોગ્ય દિશા
 
- ઘરમાં મોરપીંછ લાવતા પહેલા તમારે એ જોવાનું છે કે તે દિવસે કોઈ અશુભ સમય તો નથી ને. ઘરમાં મોરપીંછ ફક્ત શુભ દિવસે જ લાવો.
- ઘરની દક્ષિણ-પૂર્વ દિશામાં મોરપીંછ મુકવું. આ દિશામાં મોરપીંછ  મુકવું શુભ માનવામાં આવે છે.
- આ દિશામાં મોરપીં  મુકવાથી આર્થિક પરેશાનીઓ થતી નથી. લોકો ઘર બેઠા કામ કરીને બિઝનેસમાં પ્રમોશન મેળવે છે.
 
મોરપીંછથી દૂર કરો કુંડળી દોષ 
 
- વાસ્તુશાસ્ત્ર અનુસાર જે વ્યક્તિની કુંડળીમાં રાહુ દોષ હોય છે તેણે પોતાની આસપાસ મોરપીંછ  મુકવા જોઈએ.
મોરપીંછ  વિવિધ પ્રકારની નકારાત્મક ઉર્જા પ્રકારની નકારાત્મક ઉર્જા ઘટાડે છે અને તેને ઘરમાં મુકવાથી ગ્રહ દોષોથી મુક્તિ મળે છે.