ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 12 મે 2022 (09:33 IST)

Money plant- ઘરમાં મની પ્લાન્ટ લગાવતા સમયે ન કરતા આ ભૂલો

money plant
એવી માન્યતા છે કે ઘરમાં મની પ્લાંટ લગાડવાથી સુખ -સમૃદ્ધિ હોવાની સાથે ધનનું આગમન વધે છે. એના કારણે લોકો ઘરમાં આ છોડ લગાવે છે. પણ વાસ્તુ શાસ્ત્ર મુજબ આ છોડ ઘરમાં યોગ્ય દિશામાં નહી લાગાવ્યું છે તો આર્થિક નુકશાન પણ ઉઠાવવું પડી શકે છે. 
 
વાસ્તુ શાસ્ત્રીઓના માનવું છે કે મનીપ્લાંટના છોડને ઘરમાં લગાડવા માટે આગ્નેય દિશા ઉચિત દિશા છે. આ દિશામાં આ છોડ લગાડવાથી સકારાત્મક ઉર્જાનું પણ લાભ મળે છે.
 
મની પ્લાંટની આગ્નેય એટલે કે દક્ષિણ-પૂર્વ દિશામાં લગાવવાના કારણ આ છે કે આ દિશાના દેવતા ગણેશજી છે જ્યારે પ્રતિનિધિ શુક્ર છે. 
 
ગણેશજીની અમંગળના નાશ કરતા છે જ્યારે શુક્ર સુખ સમૃદ્ધિ લાવતા વાળા. આ જ નહી પણ વેળ અને લતાના કારણ શુક્ર ગ્રહને માન્યું છે. આથી મનીપ્લાંટને આગ્નેય દિશામાં લગાવું ઉચિત ગણાય છે.  
 
મનીપ્લાંટ ને ક્યારે પણ ઈશાન એટલે કે ઉત્તર પૂર્વ દિશામાં  નહી લગાડવા જોઈએ. 
 
આ દિશા એના માટે સૌથી નકારાત્મક ગણાય છે. કારણકે ઈશાન દિશાના પ્રતિનિધિ દેવગુરૂ બૃહસ્પતિ ગણ્યા છે અને શુક્ર અને બૃહસ્પતિમાં શત્રુવત સંબંધ હોય છે. 
 
આથી શુક્રથી સંબંધિત આ છોડ ઈશાન દિશામાં હોવાથી નુક્શાન હોય છે. પણ આ દિશામાં તુલસીનું  છોડ લગાવી શકાય છે.