મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વિધાનસભા ચૂંટણી
  3. વિધાનસભા ચૂંટણી 2018
Written By
Last Updated : શુક્રવાર, 23 નવેમ્બર 2018 (17:52 IST)

વિધાનસભા ચૂંટણી - સટ્ટા બજાર મુજબ મપ્ર, રાજસ્થાનમાં કોંગ્રેસ અને છત્તીસગઢમાં ભાજપા

મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં કોંગ્રેસ અને છત્તીસગઢ અને તેલંગાનાને લઈને સટ્ટા બજારમાં કેટલાક રોચક પ્રકારના અવલોકનો જોવા મળી રહ્યા છે.   આમ તો ભારતીય રાજનીતિમાં કોઈ રાજ્યના ચૂંટણી પરિણામ  વિશે અનુમાન લગાવવુ મુશ્કેલ કામ છે.  ખાસ કરીને એ સમયે જ્યારે રાજ્યમાં બે દળો સિવાય ત્રીજુ દળ પણ મુકાબલામાં હોય.  અંનેકવાર ચૂંટણી વિશ્લેષકોનુ આકલન પણ ખોટુ સાબિત થાય છે. સટ્ટા બજારનુ આકલન પણ અનેકવાર ખોટુ સાબિત થયુ છે. 
 
જો મધ્યપ્રદેશની વાત કરીએ તો સટ્ટા બજાર સાથે જોડાયેલ કેટલાક લોકોએ પોતાની ઓળખનો ખુલાસો કરતા કહ્યુ કે પહેલા જરૂર ભાજપાના પક્ષમાં લહેર હતી પણ હવે કોંગ્રેસના પક્ષમાં વાતાવરણ બદલાયુ છે. 
 
બીજી બાજુ છત્તીસગઢમાં સટ્ટા બજારે ભાજપાની જીત માટે સ્પષ્ટ ભવિષ્યવાણી કરી છે. બીજી બાજુ રાજસ્થાનની વાત કરીએ તો પહેલા કોંગ્રેસ ખૂબ આગળ ચાલી રહી હતી. સટ્ટા  બજારમાં હવે કોગ્રેસની સીટ ઓછી થઈ છે. પણ હજુ તે ભાજપાથી આગળ છે અને સરકાર બનાવવાની શક્યતા છે.  બીજી બાજુ તેલંગાના વિશે મહાકુટુમી (મહાગઠબંધન)અને સત્તારૂઢ ટીઆરએસ વચ્ચે કાંટાનો મુકાબલો છે.  આ  બધા રાજ્યમાં ચૂંટણી પરિણામ 11 ડિસેમ્બરના રોજ આવવાના છે. 
 
આમ તો સટ્ટા બજારનો ભાવ સ્થાનીક ભાવનાઓ પર નિર્ભર કરે છે. આ અનેકવાર મતદાતાઓના મનોભાવનુ પ્રતિનિધિત્વ નથી કરતુ.  રાજસ્થાનને લઈને જીલ્લાના એક સટ્ટા  વેપારી કહે છે કે સટ્ટા બજારમાં જો કોઈના પર ઓછા ભાવ લાગે તો એ જીત અને વધુ ભાવ લાગે તો હાર વિશે સંક્ત આપે છે.  રાજસ્થાનમાં સીકર, ફલૌદી અને નોખામં સટ્ટાનુ મોટુ બજાર છે. 
 
મધ્યપ્રદેશના સટોરિયાઓનુ કહેવુ છે કે રાજ્યમાં કોંગ્રેસે તાજેતરના કેટલાક દિવસોમાં લોકોમાં પોતાની છબિ સારી બનાવી છે. તેથી સટોરિયાઓની નજરમાં પણ કોંગ્રેસી સરકારની પ્રાથમિકતા વધી ગઈ છે. 
 
રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં સટોરિયા જુદા જુદા ઉમેદવારોની જીત હાર પર અને પૂરા રાજ્યમાં પાર્ટીની જીત હાર પર સટ્ટો લાગી રહ્યો છે. સટ્ટા બજાર મુજબ મધ્યપ્રદેશમાં કોંગ્રેસ 230 સીટમાંથી 112થી 116 સીટો જીતી શકે છે. બીજી બાજુ રાજસ્થાનમાં બે મહિના પહેલા કોંગ્રેસ 132-134 સીટ મળી રહી હતી હવે 118-122 સીટો આપવામાં આવી રહી છે.  છત્તીસગઢમાં જ્યા મતદાન સમાપ્ત થઈ ચુક્યુ છે ભાજપાને 42-43 સીટ અને કોંગ્રેસને 36-37 સીટો તો જોગી કોગેસને 7 સીટ મળવાનુ અનુમાન છે.