વિશ્વ કપ 2015ના સ્ટાર એમ્બેસેડર બન્યા વિરાટ કોહલી
ભારતના વિરાટ કોહલીનો પણ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેંડમાં આવતા વર્શે થનારા આઈસીસી વિશ્વકપના સ્ટાર એમ્બેસડરોમાં સમાવેશ થયો છે.
કોહલી ઓસ્ટ્રેલિયાઈ ઝડપી બોલર મિશેલ જોનસન, ઓલરાઉંડર શેન વોટસન, ન્યુઝીલેંડના કપ્તાન બ્રેંડન મૈકુલમ અને શ્રીલંકાના કુમાર સંગકારાને વિશ્વકપના એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. આ બધા ખેલાડી વિશ્વકપની તૈયારી દરમિયાન અને ટુર્નામેંટના સમયે પણ પોતાનો સહયોગ આપશે. આ આઈસીસીના કોર્પોરેટ સોશિયલ રિસ્પાંસિબિલિટી કાર્યક્રમ અને અન્ય પ્રચાર કાર્યક્રમોનો પણ ભાગ હશે.
ભારતની 2011 વિશ્વ કપ વિજેતા ટીમના સભ્ય કોહલીએ કહ્યુ, 'આઈસીસીના દૂત તરીકે પસંદગી પામવુ એ ખરેખર ગૌરવની વાત છે. હુ આઈસીસીને આ સન્માન માટે આભાર પાઠવુ છુ. ક્રિકેટરના રૂપમા હુ જમીની સ્તર પર આ રમતનો પ્રચાર કરવા માંગુ છુ અને આ અવસર પર દુનિયા ભરમાં આ કામને પુર્ણ કરવાનુ સારુ મંચ માનુ છુ.
ઓસ્ટ્રેલિયાઈ ઝડપી બોલર જોનસને કહ્યુ, 'હુ એક દૂતના રૂપમાં વિશ્વકપ સાથે જોડાઈને ખૂબ ગૌરવાન્વિત અનુભવી રહ્યો છુ. હુ આ સારા ટુર્નામેંટના પ્રચાર માટે દરેક શક્ય પ્રયત્ન કરવા માટે તત્પર છુ.' છેલ્લા 3 વિશ્વ કપ રમી ચુકેલ મૈકુલમે કહ્યુ, 'વિશ્વકપમાં હજુ પણ થોડો સમય છે. તેથી બધા દેશ રણનીતિ બનાવવામાં લાગી જશે. ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેંડમાં 1992 વિશ્વકપ ખૂબ સફળ રહ્યો હતો અનેમને તેમા કોઈ શક નથી કે 2015 પણ આવો જ હશે.
વેસ્ટઈંડિઝમાં 2007 અને ભારતામાં 2011 વિશ્વકપ રમી ચુકેલ સંગકારાએ કહ્યુ. "ઓસ્ટ્રેલિયામાં થનારા આગામી વિશ્વકપના એમ્બેસેડર બનીને ખૂબ જ ગૌરવાન્વિત છુ.'
વોટ્સને કહ્યુ, 'આઈસીસી અને આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ 2015ના બનીને હુ ખૂબ જ ગૌરવ અનુભવુ છુ. હુ વિશ્વકપ 2007 અને 2011 રમી ચુક્યો છુ. તેથી મારે માટે આ વિશેષ તક છે જેમા ઘરેલુ જમીન પર દુનિયાની શ્રેષ્ઠ ટીમો સાથે રમવાની તક મળશે.