રવિવાર, 29 જાન્યુઆરી 2023
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. વર્લ્ડ કપ 2019
Written By
Last Updated: શુક્રવાર, 17 મે 2019 (17:01 IST)

World Cup માટે ક્રિકેટના ભગવાનના શરણમાં જવા માંગે છે આ પાકિસ્તાની બેટ્સમેન

ક્રિકેટની દુનિયામાં કદાચ જ કોઈ એવો ખેલાડી હોય જે સચિન તેંદુલકરને મળવા અને તેમની પાસેથી શીખવાની ઈચ્છા ન રાખતા હોય. ક્રિકેટની વાત હોય અને સચિન તેંદુલકરનો ઉલ્લેખ ન હોય એ અશક્ય છે. કદાચ તેથી સચિનને ક્રિકેટ ભગવાન કહેવામાં આવે છે. ક્રિકેટની પિચ પર પગ મુકનારો દરેક નાનામાં નાનો ખેલાડી આ સપનુ જરૂર જુએ છે કે તે પોતાના આઈડલ પર્સનને જરૂર મળશે અને જો કોઈનો આઈડલ ખુદ ક્રિકેટના ભગવાન જ હોય તો તેની ઈચ્છા હંમેશા જ રહે છે. આવી જ કંઈક ત તલપ અને ઈચ્છા પાકિસ્તાની બેટ્સમેન આબિદ અલીના મનમાં પણ છે. 
 
જીવનની સૌથી યાદગાર ક્ષણ હશે 
 
30 મેથી ક્રિકેટ વર્લ્ડ કપની શરૂઆત થવાની છે અને લગભગ દરેક દેશ આ મહાકુંભ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. પાકિસ્તાનની વિશ્વકપ ટીમમાં પસંદગી પામેલા ઓપનિંગ બેટ્સમેન આબિદ અલી ક્રિકેટ વર્લ્ડ કપ પહેલા સચિન તેંદુલકરને મળવા માંગે છે. એક માહિતી મુજબ આ પાકિસ્તાની બેટ્સમેને એવી ઈચ્છા જાહેર કરી છે કે આ ટૂર્નામેંટમાં જતા પહેલા તે સચિનને મળીને વાત કરવા માંગે છે. આ 31 વર્ષીય બેટ્સમેને પાકિસ્તાનના ઘરેલુ ક્રિકેટમા શાનદાર પ્રદર્શન કર્યુ અને ગયા મહિને દુબઈમાં ઓસ્ટ્રેલિયાના વિરુદ્ધ સદી પણ લગાવી હતી. આબિદ અલીની શાનદાર ફોર્મના કારણે તેમને વર્લ્ડ કપ માટે ટીમમાં સ્થાન આપવામાં આવ્યુ. આબિદે કહ્યુ કે જો  હુ તેમને મળી શકુ તો આ મારી જીવનનો સૌથી યાદગાર ક્ષણ હશે. 
 
સચિન પાસેથી સલાહ લેવા માંગુ છુ 
 
એક પત્રકાર વાર્તા દરમિયાન આ આબિદે કહ્યુ કે મારી સચિન તેંદુલકરને મળવાની ઈચ્છા છે. તેમણે કહ્યુ કે હુ ઈચ્છુ છુ કે હુ એકવાર તેમને મળીને તેમને ગળે ભેટુ. આબિદે કહ્યુ કે મને એવુ લાગે છે કે જે રીતે દરેક મહાન ખેલાડી યુવાઓને મળે છે  એ જ રીતે સચિન પણ મને મળશે અને મને પૂરો વિશ્વાસ છે કે તે નિરાશ નહી કરે. સચિન તેંદુલકરને પોતાનો આદર્શ માનનારા આ યુવા બેટ્સમેને કહ્યુ કે હુ વર્લ્ડકપ પહેલા મળીને ક્રિકેટ વિશે સલાહ પણ લેવા માંગુ છુ અને એવી આશા કરુ છુ કે તે મને સકારાત્મક જવાબ આપશે.  તેમને કહ્યુ કે જો આવુ થયુ તો આ સૌથી સારો દિવસ હશે કારણ કે તે ક્રિકટના સૌથી મહાન બેટ્સમેનમાંથી એક છે.