શનિવાર, 28 સપ્ટેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. વર્લ્ડ કપ 2023
Written By
Last Updated : બુધવાર, 1 નવેમ્બર 2023 (14:04 IST)

ODI WC 2023 Semi Final Scenario : પાકિસ્તાનના સેમીફાઈનલમાં જવાના આ છે સીધા સમીકરણ, આ ટીમોએ કરવી પડશે મદદ

pakistan vs afganistan
pakistan vs afganistan
ICC World Cup 2023 Semi Final Scenario : પાકિસ્તાનની ટીમે બાંગ્લાદેશ વિરુદ્ધ જે રીતે પ્રદર્શન કર્યુ છે તેનાથી પાકિસ્તાનમાં હાલ ખુશીની લહેર છે. એટલુ જ નહી પાકિસ્તાનની જીતથી પોઈંટ્સ ટેબલ એકવાર ફરી ખુલી ગયા છે. ફક્ત બાંગ્લાદેશને છોડીને બાકી ટીમોના સેમીફાઈનલમાં જવાના રસ્તા ખુલ્યા છે. એટલુ જ નહી બાંગ્લાદેશને હરાવીને પાકિસ્તાન હવે ડાયરેક્ટ પાંચ નંબરની ખુરશી પર બેસી ગઈ છે. તેનાથી ટીમના સેમીફાઈનલમાં જવાની આશા હજુ જીવંત છે.  પણ મુશ્કેલી એ છે કે પાકિસ્તાનની જીતની ચાવી ફક્ત પાકિસ્તાનના હાથમાં નથી. બાકી ટીમોની હાર-જીતથી પણ તેમના આરોગ્ય પર ઘણી અસર પડશે. ચાલો જરા સમજીએ કે પાકિસ્તાનની ટીમ કેવી રીતે સેમીફાઈનલમમાં એંટ્રી કરી શકે છે.  
 
સેમીફાઈનલમાં જવા માટે પાકિસ્તાને કરવુ પડશે આ કામ 
 
વનડે વિશ્વકપ 2023ના પોઈંટ્સ ટેબલ પર નજર નાખીએ તો જોવા મળે છે કે પાકિસ્તાની ટીમ હાલ પાંચ નંબર પર છે. તેમની પાસે છ અંક છે, અફગાનિસ્તાનની ટીમના પણ છ અંક છે, પરંતુ સારા નેટ રન રેટના આધાર પર પાકિસ્તાન પાંચ પર છે.  પાકિસ્તાનના હાલ બે મેચ બાકી છે. એટલે કે અત્યારના 6 અંક અને બાકી બચેલા ચાર મેચોના છ અંક જોડી દેવામા આવે તો ટીમ પાસે કુલ દસ અંક થઈ જશે.   પાકિસ્તાનની ટીમ બચેલા બે મેચ જીતીને આ પણ ઈચ્છશે કે ન્યુઝીલેંડ અને અફગાનિસ્તાન પોતાની બચેલી બંને મેચ હારી જાય.  એટલે કે ન્યુઝીલેંડના હાલ છ મેચોમા આઠ અંક છે એટલે કે ન્યુઝીલેંડ બાકી ત્રણ મેચ હારી જાય છે તો તેના આઠ અંક જ રહી જશે.  બીજી બાજુ અફગાનિસ્તાનની વાત કરીએ તો તેના ટીમના છ મેચમા 6 અંક છે. જો એ પણ મેચ હારી જશે તો પાકિસ્તાની ટીમ ત્રીજા થી ચોથા સ્થાન પર પોતાના વિશ્વ કપના લીગ ચરણની યાત્રા પુરી કરી શકે છે. પણ જો ન્યુઝીલેંડની ટીમ એક પણ મેચ જીતવામાં સફળ રહેશે તો પાકિસ્તાનની મુશ્કેલી વધી જશે. 
 
 અફગાનિસ્તાનના પણ સેમીફાઈનલમાં જવાની શક્યતા 
 
હવે તમને અફગાનિસ્તાનના સમીકરણને પણ સમજાવી દઈએ. ટીમે છેલ્લી કેટલીક મેચોમાં જે રીતે પ્રદર્શન કર્યુ છે તેનાથી એક શક્યતા જરૂર બની છે પણ તેમનો રસ્તો પણ ખૂબ મુશ્કેલી ભર્યો છે.  ટીમ હાલ ઈગ્લેંડ, પાકિસ્તાન અને શ્રીલંકાને હરાવવામાં સફળ રહી છે. આ જ કારણ છે કે તેની પાસે 6 પોઈંટ છે.   પણ હજુ બચેલા ત્રણ મેચ પણ તેમને જીતવા પડશે.  બીજી બાજુ પાકિસ્તાનની હારની પણ તેમણે રાહ જોવી પડશે.  આમ તો અમે તમને જે સમીકરણ બતાવ્યા છે તે ખૂબ મુશ્કેલભર્યા છે. પરંતુ સૌ કોઈ જાણેછે કે ક્રિકેટની દુનિયામાં કશુ પણ થઈ શકે છે.  હાલની સ્થિતિ પર નજર નાખીએ તો ભારત અને સાઉથ આફ્રિકા બે ટીમો એવી છે જેનુ સેમીફાઈનલમાં જવુ લગભગ લગભગ પાક્કુ લાગી રહ્યુ છે.  ભારતને એક અને સાઉથ આફ્રિકાને બે મેચ જીતવાની બાકી છે.  બાકીના બે સ્પોટ માટે અનેક ટીમો દાવેદાર છે. જે ટીમ સમીકરણ સાધી લેશે તે આગળ જશે. બાકી છ ટીમોની યાત્રા ખતમ થઈ જશે.