ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. વર્લ્ડ કપ 2023
Written By
Last Modified: બુધવાર, 15 નવેમ્બર 2023 (17:47 IST)

IND vs NZ: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, વર્લ્ડકપમાં આવુ કરનારો પહેલો ભારતીય ખેલાડી

IND vs NZ World Cup 2023 Semifinal: વનડે વર્લ્ડકપ 2023ની પહેલી સેમીફાઈનલ મેચ ભારત અને ન્યુઝીલેંડ વચ્ચે રમાય રહી છે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાય રહી છે. આ મેચમાં ટીમ ઈંડિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરી રહી છે. આ મેચ ભારતીય ટીમના સ્ટાર વિરાટ કોહલી માટે ખૂબ જ ખાસ રહી છે. વિરાટે આ મેચમાં ઉતરતા જ ઈતિહાસ રચી દીધો છે. તેમણે એક એવુ કામ કર્યુ છે જે આ પહેલા કોઈપણ ભારતીય ખેલાડી કરી શક્યો નથી. 

 
વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ 
 
વિરાટ કોહલી પોતાની વનડે વર્લ્ડ કપ કરિયરની ચોથી સેમિફાઇનલ મેચ રમી રહ્યો છે. આ સાથે, તે ઇતિહાસના કેટલાક મહાન ખેલાડીઓની ક્લબમાં પ્રવેશી ગયો છે, જેણે ચોથી વખત વનડે વર્લ્ડ કપની સેમિફાઇનલ રમી છે. આવી સિદ્ધિ મેળવનાર તે ભારતનો એકમાત્ર ખેલાડી છે. સાથે જ ન્યુઝીલેન્ડ ટીમનો કેપ્ટન કેન વિલિયમસન પણ ચોથી વખત ODI વર્લ્ડ કપની સેમિફાઇનલ રમી રહ્યો છે.
 
4 વાર વર્લ્ડ કપ સેમીફાઈનલ રમનારો ખેલાડી  
 
ઈમરાન ખાન (1979, 1983, 1987, 1992)
રિકી પોન્ટિંગ (1996, 1999, 2003, 2007)
ગ્લેન મેકગ્રા (1996, 1999, 2003, 2007)
મુથૈયા મુરલીધરન (1996, 2003, 2007, 2011)
રોસ ટેલર (2007, 2011, 2015, 2019)
વિરાટ કોહલી (2011, 2015, 2019, 2023)
કેન વિલિયમસન (2011, 2015, 2019, 2023)
 
ધોની-સચિનને છોડ્યા પાછળ 

 
વિરાટ કોહલી પહેલા સચિન તેંડુલકર અને એમએસ ધોની જેવા ખેલાડીઓ 3-3 વખત વર્લ્ડ કપની સેમીફાઈનલ મેચ રમ્યા હતા, પરંતુ હવે વિરાટ કોહલી આગળ નીકળી ગયો છે. વિરાટ કોહલીએ ધોનીની કપ્તાનીમાં 2011 અને 2015 વર્લ્ડ કપની સેમિફાઇનલ રમી હતી. તે જ સમયે, તે પોતે 2019 વર્લ્ડ કપમાં કેપ્ટન હતો, પરંતુ તેને ન્યૂઝીલેન્ડના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.