સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. વર્લ્ડ કપ 2023
Written By
Last Updated : મંગળવાર, 26 સપ્ટેમ્બર 2023 (12:54 IST)

Ind Vs Pak- ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની બધી ટિકિટો વેચાઈ ગઈ

Ind Vs Pak- 14 ઓક્ટોબરે અમદાવાદના મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની હાઈ વોલ્ટેજ મેચ રમાવાની છે પરંતુ તેને માટે બધી ટિકિટો વેચાઈ ગઈ છે. 
 
આ મેચની ટિકિટ વિન્ડો 3 સપ્ટેમ્બર, રવિવારે રાત્રે આઠ વાગ્યાથી ખોલવામાં આવી હતી. જોકે, ટિકિટ બારી ખુલ્યાની મિનિટોમાં જ તમામ ટિકિટ બુક થઈ ગઈ છે.
 
ભારત-પાક.મેચની એક ટિકિટનો ભાવ 56 લાખ રુપિયા છે તેમ છતાં પણ બુકિંગ હાઉસફૂલ થઈ ગયું છે. 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર દરમિયાન ભારતમાં વનડે વર્લ્ડ કપ રમાવાનો છે. 14 ઓક્ટોબરે મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની છે, આમ તો તેની બધી ટિકિટો વેચાઈ ગઈ છે પરંતુ વધારેમાં વધારે લોકો મેચ જોઈ શકે તે માટે બીસીસીઆઈએ એક મહત્વનું એલાન કર્યું છે.