હુ નથી જાણતો કે અમે ભારતને કેમ નથી હરાવી શકતા - મિસ્બાહ
ભારતીય ક્રિકેટ ટીમે રવિવારે વિશ્વ કપની પ્રથમ મેચમાં હારનો સામનો કર્યા બાદ પાકિસ્તાની ક્રિકેટ ટીમના કપ્તાન મિસ્બાહ-ઉલ-હકે એ સ્વીકાર કર્યુ કે તેમને નથી સમજાતુ કે તેઓ વિશ્વ કપમાં ભારતના જીતના ક્રમ પર કેવી રીતે રોક લગાવે..
વર્ષ 1992ના વિશ્વકપથી ભારતીય ટીમ દરેક વિશ્વ કપમાં પાકિસ્તાનને હરાવતી રહી છે. આજની જીત પાકિસ્તાન વિરુદ્ધ મળેલ સતત છઠ્ઠી જીત હતી. મહેન્દ્દ સિંહ ધોનીની આગેવાનીવાળી ભારતીય ટીમે આજે પાકિસ્તાનને અહી 76 રનથી પરાજીત કર્યુ.
મેચ પછી મિસ્બાહે સંવાદદતાઓને કહ્યુ. 'હુ નથી જાણતો કે આવુ કેમ થઈ રહ્યુ છે. તમે આ વિશે કશુ નથી કરી શકતા. મારુ માનવુ છે કે તેઓ સારુ રમી રહ્યા છે. તેમણે આખી મેચ દરમિયાન એક ચેમ્પિયન જેવુ પ્રદર્શન કર્યુ. તેમણે સારી બેટિંગ કરી અને બોલિંગ કરી. આવામાં તેમને પુર્ણ શ્રેય જાય છે.'
તેમણે કહ્યુ, 'હુ માનુ છુ કે મેચ પુર્ણ થઈ ચુકી છે. તેથી હવે અમારે આગામી મેચ પર ધ્યાન લગાવવાનુ છે. વિશ્વ કપમાં અમે એક મેચ પણ હારીએ છીએ તો મુશ્કેલી થાય છે. તમારે મેચ જીતવાની જરૂર છે. કપ્તાને સ્વીકાર કર્યુ કે તેમની ટીમ ભારતનો સામનો કરતા દબાવમાં આવી ગઈ હોય એવુ બની શકે.'