રવિવાર, 28 ડિસેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. વર્લ્ડ કપ સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 17 ફેબ્રુઆરી 2015 (15:55 IST)

વર્લ્ડ કપ 2015 - મોંઘા સ્ટંપ્સ વધારી રહ્યા છે મેદાનની રોનક, પણ ખેલાડી ઘરે નથી લઈ જઈ શકતા

વર્લ્ડ કપ 2015
પાકિસ્તાનના વિરુદ્ધ જીત પછી ટીમ ઈંડિયાના અનેક ખેલાડીઓની નજર બંને છેડાના સ્ટંપ્સ અને તેમના પર લાગેલી ગિલ્લીયો પર હતી. જીત પછી મોટાભાગે કોઈપણ ખેલાડીના માટે આ યાદગાર ભેટ સાબિત થાય છે. પણ મેદાનમાં હાજર અંપાયર્સે આ વખતે કપ્તાન ધોની અને તેની ટીમને આવુ કરવાથી રોકી દીધા. જેનુ મોટુ કારણ છે સ્ટંપ્સ અને ગિલ્લીયોની મોટી કિમંત. 
 
વર્તમાન વર્લ્ડૅ કપમાં એલઈડી સ્ટંપસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સ્ટંપ અને ગિલ્લીયોની કિમંત 50 હજાર રૂપિયાના નિકટ છે. વર્લ્ડ કપમાં વાપરવામાં આવી રહેલ આ સ્ટંપ્સને અડકતા જ તે ચમકવા માંડે છે. પાકિસ્તાન વિરુદ્ધ એડિલેડમાં મળેલી જીત પછી કપ્તાન ધોનીનો ઈરાદો સ્ટંપ્સને એકત્ર કરવાનો હતો. પણ સ્કવૈર લેગ પર ઉભેલા ઈગ્લેંડના અંપાયર ઈયન ગોલ્ડે ભારતીય કપ્તાનને આવુ કરવાની ના પાડી દીધી. જો ધોની આવુ કરવા માંગે છે તો તેમણે આ અંગે અગાઉથી આઈસીસીની મંજુરી લેવી પડશે. 
 
સૌ જાણે છે કે કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની મોટી જીત પછી સ્ટંપ્સને એકત્ર કરી તેની સાથે જીતની યાદને એકત્ર કરી લે છે. પણ ગયા વર્ષે બાંગ્લાદેશમાં થયેલ ટી-20 વર્લ્ડ કપની જેમ આ વખતે પણ તેઓ આવુ નહી કરી શકે. એલઈડી સ્ટંપ્સનો ઉપયોગ સૌ પહેલા ઓસ્ટ્રેલિયાના ઘરેલુ ટુર્નામેન્ટ બિગ બૈશમાં 2013માં કરવામાં આવ્યો હતો.  આ પ્રયોગ સફળ રહ્યો. પછી 2014ના વર્લ્ડ કપમાં તેના ઉપયોગને ખૂબ લોકપ્રિયતા મળી અને હવે વર્તમાન વર્લ્ડ કપમાં પણ આ સ્ટંપ્સ મેદાનની રોનક વધારી રહ્યા છે.