1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. વર્લ્ડ કપ સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , બુધવાર, 25 માર્ચ 2015 (12:27 IST)

ઓસ્ટ્રેલિયાને હરાવવાનો આ જ તો ખરો સમય છે - વિરાટ કોહલી

વર્લ્ડ કપ સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવવાનો આ યોગ્ય સમય છે. આ કહેવુ છે ટીમ ઈંડિયાના વિસ્ફોટક બેટ્સમેન વિરાટ કોહલીનું.  વિરાટ કોહલીએ સેમીફાઈનલ પહેલા ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને આપેલ ઈંટરવ્યુમાં કહ્યુ કે ઓસ્ટ્રેલિયાને હરાવવાનો આ સાચો સમય આવી ગયો છે. 
 
ઉલ્લેખનીય છે કે વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ અને વનડે મેચોમાં એક જીત માટે તરસી ગઈ હતી. પણ ત્યારબાદ ટીમ ઈંડિયાએ વર્લ્ડ કપમાં જોરદાર કમબેક કરતા અત્યાર સુધીની સતત સાત મેચો જીતી લીધી છે. ટીમમાં આ ફેરફારને કારણ બતાવતા કોહલી કહે છે,  "આપણા બોલરોએ વર્લ્ડ કપની મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યુ છે.  અમે સાત મેચોમાં કુલ 70 વિકેટ લીધી છે." 
 
કોહલીએ એ પણ કહ્યુ છેકે જો અમારા બોલરોનું પ્રદર્શન આવુ જ રહ્યુ તો સિડનીના સેમીફાઈનલમાં ટીમ ઈંડિયા જીત મેળવશે. વિરાટ કોહલીના મુજબ ઓસ્ટ્રેલિયા જેવી વર્લ્ડ ક્લાસ ટીમને ત્યારે જ હરાવી શકાય છે જ્યારે ટીમના બોલર લયમાં હોય. બોલરોની ટિકડીની સફળતા વિશે વિરાટ કોહલીએ કહ્યુ  અમારા ઝડપી બોલરોના કંપોજર, પરફોર્મેંસ અને એગ્રેશન ત્રણેયમાં આપણા બોલરોએ વર્લ્ડ કપમાં કમાલ કરી છે.  
 
કોહલીએ એ પણ કહ્યુ કે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટીમ ઈંડિયાએ જેવુ પ્રદર્શન કર્યુ છે તેને જોતા ઓસ્ટ્રેલિયાઈ ટીમ પર એક જીત તો બને છે અને સેમીફાઈનલ આ માટે યોગ્ય સમય છે. જો કે સેમીફાઈનલ હરીફાઈમાં ટીમ ઈંડિયા જીત મેળવે એ માટે જરૂરી છે કે વિરાટ કોહલી બેટ દ્વારા રન પણ બનાવે.  
 
પાકિસ્તાન વિરુદ્ધ વર્લ્ડ કપની પ્રથમ મેચમાં સદી બનાવ્યા પછી વિરાટ કોહલી વર્લ્ડ કપની મેચોમાં કશુ વિશેષ નથી કરી શક્યા.  તેથી સિડનીમાં તેમણે પોતાની બેટ દ્વારા કમાલ બતાડવી પડશે.