શુક્રવાર, 26 ડિસેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. વર્લ્ડ કપ સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 13 માર્ચ 2015 (11:16 IST)

મોહમ્મદ શમીએ કહ્યુ અમે ધોની માટે વર્લ્ડ કપ જીતવા માંગીએ છીએ, શુ ધોની સંન્યાસ લેશે ?

ધોની માટે વર્લ્ડ કપ
ટીમ ઈંડિયાના કેપ્ટન કુલ એમ એસ ધોની ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચુક્યા છે અને એવી શક્યતાઓ કરવામાં આવી રહી છે કે વર્લ્ડ કપ પછી તેઓ વનડે ક્રિકેટને પણ અલવિદા કહી દેશે. વર્તમાન વર્લ્ડ કપમાં શાનદાર ફોર્મમાં ચાલી રહેલ મોહમ્મદ શમીએ પ્રેસ કોંફરેંસમાં એવુ કહી દીધુ જેને ધોનીના સંન્યાસ સાથે જોડીને જોવાય રહી છે. 
 
શમીએ પ્રેસ કૉન્ફ્રેંસ દરમિયાન કહ્યુ, 'અમે બધી મેચોને ખૂબ ગંભીરતાથી લઈ રહ્યા છે. અમે અમારા વિજય અભિયાનને ચાલુ રાખવા માંગીએ છીએ. અમે કોઈપણ કિમંત પર વર્લ્ડ કપ જીતવા માંગીએ છીએ. ચાર વર્ષ પહેલા ટીમે સચિન તેંદુલકર માટે વર્લ્ડ કપ જીત્યો હતો. આ વખતે અમે નથી જાણતા કે આગામી વર્લ્ડ કપ સુધી કયા ખેલાડી રમતા રહેશે તેથી આ વખતે અમે તેમને માટે વર્લ્ડ કપ જીતવા માંગીએ છીએ." ત્યારબાદ શમીએ કહ્યુ, 'ધોની શાનદાર કપ્તાન છે.' શમીના આ નિવેદન દ્વારા એકવાર ફરીથી ધોનીના સંન્યાસના સમાચારની ચર્ચા ઝડપી થઈ ગઈ છે. 
 
ધોનીના કપ્તાનના રૂપમાં ટીમ ઈંડિયાએ અનેક જીત અપાવી અને અનેક રેકોર્ડ્સ પણ બનાવ્યા. ધોની એકમાત્ર એવા કપ્તાન છે જેમની કપ્તાનીમાં ટીમ ઈંડિયાએ આઈસીસીની બધી ટુર્નામેંટ જીતી છે. ધોનીની કપ્તાનીમાં ટીમ ઈંડિયાએ 2007માં ટી-20 વર્લ્ડ કપ જીત્યો.  ટેસ્ટમાં નંબર વન ટીમ બની અને 2011માં વર્લ્ડ કપ જીત્યો.