શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. વર્લ્ડ કપ રેકોર્ડ
Written By
Last Modified: ગુરુવાર, 22 જાન્યુઆરી 2015 (15:15 IST)

વર્લ્ડ કપમાં સર્વાધિક સ્કોર બનાવવાનો રેકોર્ડ છે ભારતને નામ

ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમે અનેક સફળતાઓ મેળવી છે. વર્લ્ડ કપના બે વાર ખિતાબ જીત ચુકેલ ટીમ ઈંડિયાના નામ કોઈ મેચમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે. 
ભારતીય ટીમે આ રેકોર્ડ વર્લ્ડ કપ 2007માં બનાવ્યો હતો. અહી ઉલ્લેખનીય છે કે આ વર્લ્ડ કપમાં ભારતીય ટીમ પ્રથમ રાઉંડમાંથી જ બહાર થઈ ગઈ હતી. ભારતે બરમુડા વિરુદ્ધ મેચમાં 50 ઓવરમાં પાંચ વિકેટના નુકશાન પર 413 રન બનાવ્યા હતા.  જે અત્યાર સુધી વર્લ્ડ કપનો સૌથી મોટો સ્કોર છે.
 
ભારતે આ વિશાળ સ્કોરમાં વીરેન્દ્ર સહેવાગની 87 બોલમાં 114 રનોના દાવ ઉપરાંત યુવરાજ સિંહની 46 બોલમાં 83 રનની રમતનો સમાવેશ હતો. સચિન તેંડુલકરે પણ દર્શકોનું ભરપુર મનોરંજન કર્યુ અને ફક્ત 29 બોલમાં 196.55 ની સ્ટ્રાઈક રેટથી અણનમ 57 રન બનાવી નાખ્યા.