રવિવાર, 27 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: શુક્રવાર, 13 જાન્યુઆરી 2017 (17:33 IST)

યુપી વિધાનસભા ચૂંટણી 2017 - SP અને બસપાએ વિચાર્યુ પણ નહી હોય એવુ કરવા જઈ રહી છે BJP

નોટબંધીના નિર્ણયનો જનતા વચ્ચે સાર્વજનિક વિરોધ ન હોવો વગેરે કારણોથી ભાજપાના ટિકિટ પર ચૂંટણી લડવાની ઈચ્છા રાખનારાઓની સંખ્યા ગયા વર્ષનીએ ચૂંટણીના મુકાબલે ઘણી વધી છે. 
 
ગાજિયાબાદ મહિના પહેલા ઉમેદવારોની જાહેરાત કરી દેવા છતા જ્યા સત્તાધારી સમાજવાદી પાર્ટી પિતા-પુત્રની લડાઈમાં ફસાઈ છે તો બીજી બાજુ બહુજન સમાજ પાર્ટી ચૂપ છે. જ્યારે કે ઉમેદવારોની જાહેરાત ન કરવા છતા ભારતીય જનતા પાર્ટીએ રિસાયેલા દાવેદારોને મનાવવાની જવાબદારી જૂના ભાજપાઈઓને સોંપવાનું કામ શરૂ કરી દીધુ છે. 
 
માહિતી મુજબ લગભગ સો સીટો પર ભાજપા પાર્ટીમાંથી બહારના પણ જીતાઉ સમજાનારા ઉમેદવારો લાવી શકે છે. આ કારણથી વધુ સાવધાની રાખવી પડી રહી છે. ગાજિયાબાદમાં એક જ દિવસમાં થયેલ બે ગુપ્ત બેઠકોમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)અને બીજેપીના મોટા પદાધિકારીઓએ આ વિષય પર ચિંતન કર્યુ. જેના પર સામાન્ય રીતે અન્ય દળ વિચારી પણ નથી શકતા. 
 
ઉલ્લેખનીય છે કે ગાજિયાબાદ સહિત મોટાભાગના જીલ્લામાં ભાજપાના દાવેદારોની સંખ્યા અનુમાન કરતા અનેકગણી વધુ છે.  તમામ સર્વેક્ષણોમાં ભાજપાને આગળ બતાડવુ, પીએમના નોટબંધીના નિર્ણયનો લોકો દ્વારા સાર્વજનિક વિરોધ ન થવો વગેરે કારણોથી ભાજપાની ટિકિટ પર ચૂંટણી લડવાની ઈચ્છા રાખનારાઓની સંખ્યા અગાઉની ચૂંટણી કરતા અનેકગણી વધી છે. 
 
ગાજિયાબાદ જીલ્લામાં જ એક સીટ પર સરેરાશ ચાર સક્રિય કાર્યકર્તા કે પદાધિકારી દાવો કરી રહ્યા છે. સંઘ અને ભાજપાના પદાધિકારીઓની ચિંતા એ વાત પર છે કે એકની ટિકિટ હોતા બાકી દાવેઆર નારાજ કે નિરાશ થઈને વિરોધ કરવા કે ખામોશ થઈને ઘરે બેસી જવાના રસ્તે ન ચાલી પડે. તેથી જીલ્લાના વરિષ્ઠ અને નિષ્ઠાવાન એવા જૂના ભાજપાઈઓને તેમને મનાવવાની જવાબદારી આપી છે જે પોતે ટિકિટના  દાવેદાર નથી.