રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 18 ડિસેમ્બર 2018 (12:48 IST)

એક નકારાત્મક અંશો વાળું હંમેશાથી મારી સૂચિમાં હતું: બરખા બિશ્ટ

1 અમને ‘કાલભૈરવ રહસ્ય-૨’માં તારા પાત્ર વિશે કંઈક જણાવ.
 
હું ભૈરવીની ભૂમિકા ભજવી રહી છું, જે એક રહસ્યમય પાત્ર છે. શોમાં મારો પ્રવેશ વીર, ભૈરવી અને અર્ચના વચ્ચે પ્રણય ત્રિકોણની રચના કરશે. આ પહેલી વખત છે કે હું એક નકારાત્મક અંશો વાળું પાત્ર ભજવું છું અને હું આ બાબતે ખૂબ ઉત્સાહિત છું. હું આ નકારાત્મક અંશો વાળા મારા પાત્રને કેવી રીતે ભજવી શકું છું તે જોવા હું ઉતાવળી છું.
 
2 . તે નકારાત્મક અંશો વાળું પાત્ર કેમ પસંદ કર્યું?
 મેં આવું પાત્ર પહેલા ક્યારેય નથી ભજવ્યું અને ભૈરવીની ભૂમિકાએ મને કુતૂહલ પમાડ્યું. મારે આ શૈલીમાં પહેલેથી જ હાથ અજમાવવાની ઇચ્છા હતી અને મને આ તક મળી. ‘કાલ ભૈરવ રહસ્ય’ તેની બીજી સિઝન લઈને પાછો ફર્યો છે અને આ શોનો ભાગ બનવું એક સુંદર તક છે. મારે આ તક ઝડપી લેવી હતી કારણ કે, મને કથાનું વર્ણન પાત્ર ખૂબ પસંદ છે.
 
3 . રાત પાળીમાં શૂટિંગ કરવું કેટલું સહેલું કે અઘરું હોય છે?
 હું હવે ઘણા સમયથી મનોરંજન ઉદ્યોગમાં છું અને રાત પાળી મારે માટે કોઈ મોટી મુશ્કેલી નથી. નૈસર્ગિક ચક્રોને ધ્યાનમાં લઈએ તો દિવસ પાળીની સરખામણીએ તે ઘણી રીતે વધુ થકવી નાખનારું અને તાણદાયક હોય છે, પરંતુ હું તેનાથી હવે ટેવાઈ ગઈ છું. ખરેખર તો રાત પાળીમાં દિવસની પાળી કરતા વધારે મજા આવે છે.
 
 4. તું અનેક બંગાળી ફિલ્મોનો ભાગ રહી ચૂકી છે, બોલિવુડ વિશે તારી શું યોજનાઓ છે?
 બોલિવુડની ફિલ્મોનો ભાગ બનવું મારે માટે એક સપનું છે અને હાલમાં જ હું ‘રામ લીલા’નો ભાગ રહી ચુકી છું, જે મારે માટે એક નવો અને તાજગીભર્યો અનુભવ હતો. મને આવનારા દિવસોમાં વધુ બોલિવુડ ફિલ્મોનો ભાગ બનવું અને તેમાં ઊંડાણમાં જવું ગમશે. 
5. તું શોમાં અધવચ્ચેથી જોડાઈ, તારો સેટ પર પહેલો દિવસ કેવો રહ્યો?
 સેટ ઉપર મારો પહેલો દિવસ અત્યંત રોમાંચક રહ્યો. હું ‘કાલ ભૈરવ રહસ્ય -૨’નો ભાગ બનવા બદલ અને હું શોમાં જે પાત્ર ભજવું છું તેને લઈને ઉત્સાહિત તો હતી જ. હું મારું શૂટિંગ શરુ થવાની રાહ જોઈ રહી છું. મારા સહ-કલાકારો અને ક્રુના સભ્યો બહુ જ ઉષ્માપૂર્ણ અને આવકારદાયક છે જેનાથી મને મારા શૂટિંગની શરુઆત ખૂબ જ ગમી.
 
6. તારો તારા સહ-કલાકારો સાથે તાલમેલ કેવો છે?
 અમે બધા એકબીજા સાથે બહુ જ સાલસ અને મૈત્રીપૂર્ણ છીએ. હું ભલે હમણાં જ શોમાં પ્રવેશી હોઉં, મને એવું લાગે છે કે જાણે હું આ લોકો સાથે પહેલેથી જ જોડાયેલી હોઉં. હું ગૌતમ અને અદિતિને પહેલેથી જ સારી રીતે ઓળખું છું આથી બહુ જ ઉષ્માપૂર્ણ આવકાર મળ્યો. 
 
7. આ શોના વિષય વિશે તારું શું કહેવું છે?
 શોનો વિષય અત્યંત અનેરો છે અને ટેલિવિઝન માટે નવો છે, જે આજસુધી વણખેડાયેલો રહ્યો હતો. હું આ વિષયને લઈને ચોક્કસ્પણે અત્યંત આશાવાન છું અને મને આ શૈલીમાં ઊંડા ઉતરવું હતું
8. તારો ફીટનેસ મંત્ર શું છે?
 ફિટનેસ એક માનસિકતા છે જે વ્યક્તિએ વ્યક્તિએ બદલાય છે. હું માનું છું કે ચુસ્ત રહેવું, સારા દેખાવું અને પોતાના ઉપર મહેનત કરવી અત્યંત મહત્ત્વના છે. હું ચુસ્તી-ફૂર્તિ બાબતે ખૂબ ચોક્કસ છું અને દરરોજ જિમમાં ગયા વિના મને ચાલતું નથી. મારા રોજીંદા જીવનમાં કસરત અભિન્ન ભાગ છે.
 
9. તારી ભવિષ્યની યોજનાઓ શું છે?
 હાલ તો હું ‘કાલ ભૈરવ રહસ્ય-૨’ ઉપર પુરી રીતે સમર્પિત છું અને મારું ધ્યેય પુરી ચોકસાઇથી મારું ભૈરવીનું પાત્ર ભજવવાની છે. આ એવું કંઈક છે જે હું હંમેશાથી કરવા ઇચ્છતી હતી.