રાજકોટમાં આજી નદીના પટમાંથી બાળકનું કપાયેલું માથું મળી આવ્યું
(ફાઈલ -ફોટા)
કપાયેલા માથાવાળા બાળકની બલી ચડાવાયાની શંકા
રાજકોટ/કપાયેલા માથાવાળા બાળકની બલી ચડાવાયાની શંકા, ઓળખ આપનારને ઇનામ,
રાજકોટમાં મંગળવારે આજી નદીના પટમાંથી બાળકનું કપાયેલું માથું મળી આવ્યું હતું. બાળકનું ધડ ક્યાં ગયું તે તપાસનો વિષય છે. પ્રાથમિક દ્રષ્ટિએ બાળકની બલી આપવામા આવી હોય તેવુ જણાય રહ્યું છે. કપાયેલું માથુ મળ્યું તે ઘટનાને ચોવીસ કલાક વીતી ગયા છતાં પોલીસ ફાંફા મારી રહી છે. આજે પોલીસ પ્રજાની વ્હારે આવી છે અને ખોપરીવાળો ફોટો જાહેર કરી ઉચ્ચ પોલીસે તેના નંબર સોશિયલ મીડિયામાં વહેતા કર્યા છે.
યોગ્ય ઇનામ અપાશે, નામ ગુપ્ત રાખવામાં આવશે
ઓળખ આપનારેને યોગ્ય ઇનામ પણ આપવામા આવશે અને તેનું નામ જાહેર કરવામા નહીં આવે. જો કે પોલીસ પાસે ખોપરીવાળો જ ફોટો છે જેના પરથી અન્ય કોઇ ઓળખી શકે તે વાત ખૂબ જ મુશ્કેલ છે. હાલ પોલીસ ગુમ થયેલા બાળકો પર તપાસ કેન્દ્રીત કરી રહી છે.
- એફએસએલમાં મોકલેયા ખોપરીના દાંત પરથી બે દિવસમાં બહાર આવશે કે માથુ બાળકનું છે કે બાળકીનું
- હાલ પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટ પ્રમાણે પહેલા તેને મોઢે ડૂચો દઇ માથુ પછાડી અને ત્યારબાદ ગળુ કાપવામાં આવ્યું હતું
- પીએમ રિપોર્ટમાં ખોપરીમાં હેમરેજ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે
-પોલીસે રેલવે સ્ટેશન, બસ સ્ટેશન સહિતના સીસીટીવીની તપાસ શરૂ કરી
-અન્ય સ્થળે હત્યા કરી માથું ફેંકી ગયા હોવાનું પોલીસનું અનુમાન
-રાજ્યભરની પોલીસને પણ આ મુદ્દે જાણ કરી ગુમ થયેલા બાળકની કડી મળે તેની માહિતી અંગે જાણ કરવામાં આવી છે
- બાળકના શરીરનો બાકીનો ભાગ શોધવા પોલીસે ડોગ સ્ક્વોડની મદદ લીધી, પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી