સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 12 નવેમ્બર 2019 (17:43 IST)

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગ્યુ, રામનાથ કોવિંદે આપી મંજુરી

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગી ગયુ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મહારાષ્ટ્રમા રાષ્ટ્રપતિ શાસન લગાવવાની કેબિનેટની ભલામણ પર હસ્તાક્ષર કર્યા છે. પંજાબના પ્રવાસ પર ગયેલા રાષ્ટ્રપતિ જેવા જ્દિલ્હી પરત ફર્યા કે તેમને ગૃહ મંત્રાલય દ્વારા રાષ્ટ્રપતિ શાસનની મોકલેલી ભલામણ પર પોતાની મોહર લગાવી દીધી. આ સાથે જ મહારાષ્ટ્રમાં 24 ઓક્ટોબરથી ચાલી રહેલ રાજનીતિક અનિશ્ચિતતાનો હાલ પટક્ષેપ થઈ ગયો છે. 
 
માતોશ્રીમાંથી નીકળેલ શિવસેના નેતાઓનો કાફલો મુંબઈમાં માતોશ્રીમાંથી શિવસેના નેતાઓનો કાફલો હાલ બહાર નીકળ્યો છ્ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે રામદાસ કદમ અને એકનાથ શિંદે સહિત અનેક બીજા નેતા માતોશ્રીમાંથી નીકળ્યા છે. સૂત્રો મુજબ આ નેતા હોટલ રિટ્રીટ જઈ રહ્યા છે. મલાડ સ્થિત હોટલ રિટ્રીટમાં જ શિવસેનાના 56 ધારાસભ્ય  રોકાયા છે. શિવસેના સુપ્રીમો આ ધારાસભ્યોની સાથે આગળની રણનીતિ પર ચર્ચા કરી શકે છે. 

સરકાર બનાવવા માટે પૂરતો સમય ન આપવામાં આવતાં શિવસેનાએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી છે. રાજ્યપાલ દ્વારા શિવસેના બાદ ત્રીજા ક્રમના મોટા પક્ષ એનસીપીને સરકાર બનાવવા આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેનો સમય આજે રાત્રે પૂરો થાય છે. એનસીપી રાજ્યપાલને મળીને આજ રાત સુધીમાં સરકાર રચવાનો દાવો કરી શકે છે.
 
જોકે, સ્થિતિ એ છે કે એનસીપી-કૉંગ્રેસની યુતિ પણ અન્ય સમર્થન વગર સરકાર બનાવી શકે એમ નથી. ગઈકાલે શિવસેનાના આદિત્ય ઠાકરે બાદ રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી(એનસીપી)ના નેતાઓ મહારાષ્ટ્રના રાજ્યપાલને મળવા રાજભવન પહોંચ્યા હતા. મહારાષ્ટ્રના રાજ્યપાલના ટ્વિટર હૅન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવ્યું હતું કે શિવસેનાના પ્રતિનિધમંડળે સરકાર રચવાની ઇચ્છા વ્યકત કરી હતી પણ તેઓ અન્ય પક્ષોનો સમર્થન પત્ર સુપરત કરવામાં તેઓ નિષ્ફળ ગયા.
 
આ ટ્વીટમાં એવું પણ લખ્યું છે કે શિવસેના દ્વારા ત્રણ દિવસની મુદ્દત માગવામાં આવી હતી, જેને ફગાવી દેવામાં આવી છે. ગઈકાલે એનસીપી નેતા અજિત પવાર અને અન્ય નેતાઓનું એક પ્રતિનિધિમંડળ રાજ્યપાલની મુલાકાત કરવા પહોંચ્યું હતું. ગઈકાલે એનસીપી પ્રવક્તા નવાબ મલિકે કહ્યું કે અમને રાજ્યપાલનો પત્ર મળશે પછી કૉંગ્રેસ પાર્ટીની સાથે મળીને નિર્ણય લઈશું. જોકે, આજે પણ એ જ સ્થિતિ બનેલી છે.
 
અગાઉ શિવસેનાના નેતા તાજેતરમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા આદિત્ય ઠાકરે સોમવારે સાંજે રાજભવન ખાતે રાજ્યપાલને મળવા પહોંચ્યા હતા. ગઈકાલે આદિત્ય ઠાકરેની સાથે શિવસેનાના અન્ય નેતાઓ પણ રાજભવન ખાતે પહોંચ્યા હતા.
 
આદિત્ય ઠાકરેએ ગઈકાલે પત્રકારપરિષદમાં કહ્યું, "અમે રાજ્યપાલ સમક્ષ સરકાર રચવા માટેની ઇચ્છાશક્તિ વ્યક્ત કરી છે."
 
"અન્ય પક્ષો સાથે વાત કરી શકીએ એ માટે અમે રાજ્યપાલ પાસે 48 કલાકનો સમય માગ્યો હતો. જે માગને રાજ્યપાલે નકારી છે છતાં સરકાર રચવાનો અમારો દાવો યથાવત્ છે."