ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 26 જુલાઈ 2019 (16:08 IST)

પ્રો કબડ્ડી 2019: આજે GFG અને યુપી યોધ્ધા વચ્ચે જામશે જંગ, GFGનું રહ્યું છે ઉત્તમ પ્રદર્શન

અમદાવાદ: પોતાની પ્રથમ મેચમાં અગાઉના ચેમ્પિયન બેંગલુરૂ બુલ્સ સાથેની ટક્કરમાં ઑલરાઉન્ડ રમત પ્રદર્શિત કર્યા પછી શુક્રવારે હૈદ્રાબાદના ગાચીબૌલી ઈન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાનાર તેમની પ્રો કબડ્ડી લીગની સિઝન 7ની પોતાની બીજી મેચમાં ગુજરાત ફોરચ્યુન જાયન્ટસ યુપી યોધ્ધાનો સામનો કરી વિજય હાંસલ કરવા માટે સજજ બની છે. 

યોધ્ધાઓને લઈને જાયન્ટસ પાસે તેમની બાજુ પરનો ઇતિહાસ છે. સુનીલ કુમારની આગેવાની હેઠળની યુવાન અને મહેનતુ ટીમએ અગાઉના સિઝનમાં તેમના દરેક ત્રણ મેચમાં યોધ્ધાને પછાડી દીધી હતી. જો કે યુપીની આ ટીમે બેંગાલ વૉરિયર્સ સામેની પોતાની પ્રથમ મેચમાં ઉત્તમ રમત પ્રદર્શિત કરીને 48-17ના જંગી સ્કોરથી મેચ જીતી લીધી હતી.

જાયન્ટસના કેપ્ટન સુનિલ કુમાર ટીમની આગેવાની લઈને બેંગલુરૂ બુલ્સ સામે પ્રથમ મેચમાં પ્રેરણાદાયી પરફોર્મન્સ દર્શાવ્યો હતો. પોતાની પ્રથમ મેચમાં જ હાઈ-ફાઈવ સાથે 6 પોઈન્ટ મેળવીને પાછા ફરેલા ૨૨ વર્ષના સુનિલ કુમારે પણ પોતાનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો છે. 

આગામી મેચમાં  સ્ટેડિયમમાં તમામ દર્શકોની આંખો સુનિલ કુમાર ઉપરાંત તેમના સાથીદાર પરવેશ બૈનસ્વાલ ઉપર મંડાયેલી હશે. બુલ્સ અને ખાસ કરીને પવન'હાઈ-ફલાયર' શેરાવત સામે સુમિત મલીકે પણ જોરદાર પરફોર્મન્સ વડે હેડ કોચ  મનપ્રિત સિંઘનો વિશ્વાસ તરીકે જાળવી રાખ્યો છે. સેકન્ડ હાફમાં રમતમાં પ્રવેશેલા ઋતુરાજ કોરાવીએ પણ જાયન્ટસની અગાઉના પીકેએલ ચેમ્પિયન્સ સામેની જંગી જીતમાં મહત્વુ પ્રદાન આપ્યું છે. 

જાયન્ટસનુ ડિફેન્સ યુનિટ પરફેકટ જણાય છે. રેઈડીંગ પાર્ટી પણ જોશમાં છે. રોહિત ગુલીયા અનુભવી જીબી મોરે અને ગુજરાતને સિઝનની પ્રથમ રેઈડ આપનાર નવા ખેલાડી સોનુ જગલન સાથે જોડાતાં સચિન તનવર પરનુ દબાણ ઘટયું છે. 

વ્યુહરચનામાં નિપુણ હેડ કોચ મનપ્રિત સિંઘ પાસેથી તાલિમ મેળવનાર દરેક રેઈડરે ડુ-ઓર-ડાઈ ની સ્થિતિમાં પણ પોઈન્ટ સ્કોર કરવાની ક્ષમતા હાંસલ કરી છે. યુપી યોધ્ધાના ડિફેન્ડરને જાયન્ટસ રેઈડર્સનો સામનો કરવામાં ભારે મુશ્કેલી પડે તો નવાઈ નહી !