રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શનિવાર, 10 જૂન 2023 (14:52 IST)

‘તેઓ મંદિરે ગયાં હતાં અને લગ્ન કરી લીધાં હતાં’, પરંતુ આ કારણથી બધું છુપાવ્યું

Mira Road murder
Mira Road murder
દિલ્હીનો શ્રદ્ધા વાલકર હત્યાકાંડ હજુ તો તાજો છે, ત્યાં ક્રૂરતાના ચરમે પહોંચેલી આ ઘટના મુંબઈ પાસે થાણે જિલ્લાના મીરા રોડ વિસ્તારમાં ઘટી અને હડકંપ મચી ગયો. 3 જૂને 32 વર્ષીય સરસ્વતી વૈદ્યની હત્યા કરવામાં આવી અને તેમના શરીરના 20થી વધુ ટુકડા કરી દેવામાં આવ્યા. આટલું જ નહીં આરોપીએ એ ટુકડાને પ્રેશરકુકરમાં બાફીને ઠેકાણે પાડવાના પણ પ્રયાસ કર્યા હતા.
 
મીરા રોડ સ્થિત ગીતા આકાશદીપ ભવનમાં થોડા દિવસો પહેલાં આ હત્યાકાંડ થયો હતો. પોલીસને શંકા છે કે સરસ્વતી વૈદ્ય સાથે રહેતા તેમના મિત્રએ જ હત્યા કરી છે.
 
2015માં 56 વર્ષીય મનોજ સાને અને 32 વર્ષીય સરસ્વતી વૈદ્ય મીરા રોડ સ્થિત ગીતા આકાશદીપ બિલ્ડિંગમાં રહેવા માટે આવ્યા હતા.
 
નાની ઉંમરે માતા-પિતાને ગુમાવી દેનારી સરસ્વતી વૈદ્યની હત્યાએ સમગ્ર દેશને કંપાવી દીધો હતો. એક અનાથાલયમાં 10માં ધોરણ સુધીનો અભ્યાસ કરનારી સરસ્વતીએ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે ભવિષ્યમાં તેમની માટે શું થવાનું છે.
 
જ્યારે અમે મીરા રોડ સ્થિત ગીતા આકાશદીપ બિલ્ડિંગ પહોંચ્યા ત્યારે ચારેબાજુ એ જ વાતની ચર્ચા થઈ રહી હતી. પોલીસની હાજરી અને રહેવાસીઓના ચહેરા પર નિરાશા અને ભય જોવા મળી રહ્યો હતો.
 
આજ બિલ્ડિંગના સાતમા માળે ફ્લૅટ નંબર 704માં મનોજ સાને અને સરસ્વતી વૈદ્ય છેલ્લાં સાત વર્ષથી ભાડે રહેતાં હતાં.
 
અમે ત્યાં પહોંચ્યા ત્યાં સુધી પોલીસે ઘર સીલ કરી દીધું હતું. સાતમા માળે કુલ ચાર ઘર છે. બાકીના ત્રણ ઘરમાં રહેતા પાડોશીઓ સાથે વાત કરવાનો અમે પ્રયાસ કર્યો.
 
આ કારણે પાડોશી યુવકને શંકા ગઈ હતી
એક પાડોશીએ અમને કહ્યું કે, “સોમવારે (3 જૂન)થી અમારા ત્યાં દુર્ગંધ આવી રહી હતી. અમને ખબર નહોતી કે આ ખરાબ દુર્ગંધ ક્યાંથી આવી રહી હતી. અમે અમારા ઘરમાં મૃત ઉંદર અને પક્ષીઓની તપાસ કરી. અમે ત્રણેય ઘરમાં જોયું, પરંતુ કઈ ન મળ્યું. જોકે દુર્ગંધ એટલી અસહ્ય થઈ ગઈ હતી કે અમે ખાઈ પણ નહોતા શકતા.”
 
એ ફ્લોર પર ઘર નંબર 704ને છોડીને રહેવાસીઓએ બધી જગ્યાએ જોયું, પરંતુ ક્યાંય પણ ઉંદર કે મૃત પક્ષી જોવા મળ્યું નહીં.
 
તેમણે કહ્યું કે, મનોજ સાને અને સરસ્વતી વૈદ્ય કોઈ સાથે વાત નહોતા કરતા, રહેવાસીઓ સાથે ક્યારેય હળતાં-મળતાં પણ નહોતા, તેમનો દરવાજો ક્યારેય ખુલ્લો રહેતો નહોતો, તેથી અમે તેમના ઘરની તપાસ કરી શકતા નહોતા.
 
પરંતુ આગામી 24 કલાકમાં દુર્ગંધ અસહ્ય વધી ગઈ, ઘર નંબર 704માં રહેતા યુવકની ધીરજ ખુટી જતા તેણે દરવાજો ખખડાવ્યો, પરંતુ સામેથી કોઈ જવાબ આવ્યો નહીં.
 
આ યુવકની નજર અચાનક બિલ્ડિંગ નીચે મનોજ સાને પર પડી. તે ચહેરા પર માસ્ક અને હેલ્મેટ પહેરીને બહાર ફરી રહ્યો હતો.
 
યુવકે અમને કહ્યું કે, “મે તેને પૂછ્યું કે અસહ્ય દુર્ગંધ આવી રહી છે. અમે તમારા ઘરમાં તપાસી રહ્યા છે કે દુર્ગંધ ક્યાંથી આવી રહી છે. પરંતુ મનોજ સાનેએ કહ્યું કે હું બહાર જઈ રહ્યો છું. તેઓ 10.30 વાગ્યા પછી આવશે. બાજુની બિલ્ડિંગ કે ગંદા પાણીમાંથી દુર્ગંધ આવી રહી છે.”
 
આ સંવાદ અહીં જ અટકી ગયો.
 
તેમણે દરેક જગ્યાએ તપાસ કરી, પરંતુ ક્યાંય દુર્ગંધ મળી નહીં, જેનાથી લોકોને અફરાતફરી મચી ગઈ હતી. તેમણે તરત જ સોસાયટીની કમિટીના ચેરમૅનને ફોન કર્યો. બંનેએ મળીને મનોજ સાનેના એજન્ટને બોલાવ્યો. આગામી અડધા કલાકમાં એજન્ટ પણ આવી ગયો હતો.
 
રહેવાસીઓએ મનોજ સાને પર પણ શક કરવાનું શરૂ કરી દીધું હતું, જેણે ક્યારેય કોઈને એક શબ્દ પણ કહ્યો નહોતો. બધાએ એ પણ નોંધ્યું કે તેઓ તેના જેમ જેમ તેના ઘર પાસે જતા હતા, તેમ દુર્ગંધ વધતી જતી હતી. તેમણે તાત્કાલિક નયા નગર પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો અને તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
 
જોઈને ચોંકી ગયા’
પોલીસ તાળું તોડીને ઘરમાં દાખલ થઈ હતી, પોલીસ સાથે પાડોશમાં રહેતો એક યુવક પણ હતો.
 
યુવકે અમને કહ્યું કે, “જેવા અમે ઘરમાં દાખલ થયા, એક અસહ્ય ગંધ આવી રહી હતી. તેની સાથે રહેતી મહિલા ક્યાંય જોવા મળી રહી નહોતી. કંઈક સડી ગયું હોય તેવી દુર્ગંધના કારણે પોલીસને શક થયો. તેમણે વીડિયો રેકોર્ડિંગ પણ શરૂ કરી દીધું. અમે પ્રથમ હૉલની તપાસ કરી પણ કંઈ જ મળ્યું નહીં. ત્યારબાદ બેડરૂમમાં કાળાકલરનું પ્લાસ્ટિક ફેલાયેલું હતું. મને લાગ્યું કે તેના નીચે કોઈ શરીર હોઈ શકે છે, પરંતુ ત્યાં કોઈ નહોતું.”
 
“બીજા બેડરૂમમાં પણ કંઈ જ મળ્યું નહીં. ત્યારબાદ અમે કિચનમાં ગયા અને હું ચોંકી ગયો. કિચનમાં ચાર અજ્ઞાત મૃતદેહ ટુકડા કરેલા હતા. કિચનના બેસિનમાં હાડકાં હતા. આ બધુ ભયાનક હતું. પોલીસે તેમની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી.”
 
“અમે મનોજ સાનેની રાહ જોઈ રહ્યા હતા. પોલીસે અમારા પોડાશીઓને કહ્યું કે તમે કોઈને કહેશો નહીં. પોલીસ બાઇક પર આવી હતી, તેથી બિલ્ડિંગ નીચે કોઈ પોલીસવાન નહોતી. મનોજ સાને રાત્રે 8.30 વાગ્યે બિલ્ડિંગમાં પહોંચ્યા હતા. તેમને ખબર નહોતી કે પોલીસ આવી હતી.”
 
“તેઓ લિફ્ટમાં સાતમા માળે આવ્યા. જેવો લિફ્ટનો દરવાજો ખુલ્યો કે સામે ઊભેલા એજન્ટે તેને ઓળખી લીધો અને કહ્યું કે આ એ જ વ્યક્તિ છે જેને મેં ઘર આપ્યું હતું. આ મનોજ સાને છે. પોલીસે તાત્કાલિક તેને કસ્ટડીમાં લઈ લીધો હતો.”
 
દરવાજો બંધ કર્યા બાદ પોલીસે તેમની તપાસ શરૂ કરી. પહેલાં તો તેણે કહ્યું કે, “આ કોઈ જાનવરના ટુકડા છે.”
 
‘લિફ્ટમાં જોતી હતી, ત્યારે હસતી હતી
 
સરસ્વતીના સામેના ઘરમાં રહેતી શ્રીવાસ્તવના પરિવારની એક મહિલા સાથે અમારી વાતચીત થઈ.
 
હું બે દિવસથી સૂતો નથી. તેઓ આ કહેતા ભાવુક થઈ ગયા કે તેમની આઁખો સામે તેમનો હસતો ચહેરો આવી રહ્યો છે.
 
તેમણે કહ્યું કે, “મને ખબર નહોતી કે તેને કેમ હેરાન કરવામાં આવતી હતી, પરંતુ તેમણે મદદ માગી હોત, જો તેમણે કીધું હોત તો અમે ત્રણેય ઘરના લોકોએ નિશ્ચિતપણે તેની મદદ કરી હોત.”
 
તેઓએ ઉમેર્યું હતું કે, “તેણે મારી સાથે કે અન્ય કોઈ પાડોશી સાથે ક્યારેય વાત નહોતી કરી. જ્યારે પણ તે મને લિફ્ટમાં જોતી ત્યારે તે હસતી હતી. હું તેને જ્યારે પણ પૂછતી કે ભાભી કેમ છે?, ત્યારે તે માથું હલાવીને હસતી અને જતી રહેતી. તેમના ઘરમાંથી ક્યારેય ઝઘડાનો અવાજ પણ આવ્યો નથી. આ વાતમાં ક્યારેય કોઈને શક ન હતો કે તે મુશ્કેલીમાં છે.”
 
શ્રીવાસ્તવ પરિવાર દસ વર્ષ પહેલા આ બિલ્ડિંગમાં રહેવા આવ્યો હતો. 2015માં એ બંને અહીં ભાડે રહેવા આવી ગયાં હતાં. તેઓ ક્યારેય કોઈની સાથે વાત નહોતા કરતાં કે કોઈ કાર્યક્રમ, ઉત્સવમાં ભાગ પણ લેતા નહોતાં.
 
“અમારા દરવાજા હંમેશાં ખુલ્લા રહે છે. બાળકો આવતાં-જતાં રહે છે અને રમે છે. સાંજે પણ દરવાજો ખુલ્લો રહે છે. અમે ત્રણેય પરિવાર હંમેશાં સંપર્કમાં રહીએ છીએ. અમે દિવાળી, હોળી, નવરાત્રિ જેવા તમામ તહેવારો એક સાથે જ ઉજવીએ છીએ, પરંતુ એ બંનેમાંથી ક્યારેય કોઈએ દરવાજો ખોલ્યો નથી. તેમને પણ બોલાવવામાં આવતા હતા, પરંતુ ઘણીવાર તેમને કીધા પછી પણ તેઓ આવતા નહોતાં. ત્યારબાદ અમે તેમને ફરી ક્યારેય બોલાવ્યા નથી.”
 
એ ક્યારેય ખબર પડી નહોતી કે તેઓ પરિણીત છે કે નહીં. તેઓ એ પણ કહી રહ્યા હતા કે અમે ક્યારેય તેમના કોઈ સંબંધીને અહીં આવતા જોયા નથી
 
‘તેમણે મંદિરમાં લગ્ન કર્યાં પરંતુ..’
મીરા રોડ પોલીસ છેલ્લા બે દિવસથી હત્યાકાંડની તપાસ કરી રહી છે.
 
આરોપી મનોજ સાને પોલીસ કસ્ટડીમાં છે અને તેમનું નિવેદન નોંધવામાં આવી રહ્યું છે.
 
મનોજ સાને વારંવાર તેમનો જવાબ બદલી રહ્યા છે અને એ માહિતી સામે આવી રહી છે કે તેમણે દાવો કર્યો છે કે સરસ્વતીએ આત્મહત્યા કરી છે. આરોપીએ એ પણ દાવો કર્યો છે કે તેણે એ ડરથી મૃતદેહને ઠેકાણે પાડવાના પ્રયાસ કર્યા કે આત્મહત્યા કરવાથી ગુનો તેના પર આવી જશે અને પોલીસ તેને પકડી લેશે.
 
સરસ્વતીનાં માતા-પિતા બાળપણમાં જ અલગ થઈ ગયાં હતાં, ત્યારબાદ સરસ્વતી તેમની માતા સાથે રહેવા લાગી હતી. પરંતુ થોડાજ વર્ષોમાં તેમનાં માતા પણ મૃત્યુ પામ્યાં હતાં.
 
ચાર બહેનોમાં સૌથી નાની સરસ્વતી એકલી થઈ ગઈ અને તેની સારસંભાળ માટે તેને એક અનાથાશ્રમમાં દાખલ કરવામાં આવી.
 
ઔરંગાબાદમાં તેમના પરિવાર સાથે રહેતી સરસ્વતી ઓછી ઉંમરમાં જ અહમદનગરના જિલ્લાના એક ખાનગી અનાથાશ્રમમાં પહોંચી ગઈ.
 
ત્યાં રહીને તેણે પહેલા ધોરણથી 10મા સુધીનો અભ્યાસ પૂરો કર્યો. જોકે, 18 વર્ષની ઉંમર પછી તેમને અનાથાશ્રમ છોડવું પડ્યું. ત્યારબાદ તે લગભગ 4 વર્ષ સુધી તેની બહેન સાથે રહી, પરંતુ તેને નોકરી કરવા માટે મુંબઈ આવવું પડ્યું.
 
તે મુંબઈમાં નોકરી શોધી રહી હતી. એ દરમિયાન તેની મુલાકાત મનોજ સાને સાથે થઈ. તેમણે કહ્યું કે નોકરી મળશે. તે થોડા દિવસો બોરીવલી સ્થિત તેમના ફ્લૅટમાં રહી. ત્યારબાદ બંને 2015થી મીરા રોડ પર રહેવાં આવી ગયાં.
 
મીરા રોડના ડેપ્યુટી કમિશનર જયંત બાજબલે કહ્યું કે, “મૃતક સરસ્વતી વૈદ્ય અને આરોપી મનોજ સાનેનાં લગ્ન થયાં હતાં. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે તેમણે એક મંદિરમાં લગ્ન કર્યાં હતાં. સરસ્વતીની ત્રણ બહેનોએ પણ વાતની પુષ્ટિ કરી છે. તેમણે સરસ્વતીની બહેનોને કહ્યું કે તેમણે લગ્ન કરવા માટે એક મંદિર બતાવ્યું હતું.”
 
પોલીસે શુક્રવારે (9 જૂન) મૃતક મહિલાની સગી બહેનોનાં નિવેદનો નોંધ્યાં છે, આ નિવેદનો તપાસની રીતે મહત્ત્વનાં છે, કારણ કે સરસ્વતી તેની બહેનોના સંપર્કમાં હતી.
 
તેમણે લગ્નની વાત છુપાવી, કારણ કે આરોપી મનોજ સાનેની ઉંમર અને યુવતીની ઉંમરમાં ખૂબ અંતર હતું. તેથી મનોજ સાનેનો પરિચય કરાવતી વખતે તેઓ તેમને ‘મામા’ કહેતા હતાં.
 
આ દરમિયાન પોલીસે અત્યાર સુધી સરસ્વતીની હત્યા પાછળનાં સાચા કારણની માહિતી આપી નથી. પોલીસે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.
 
હાલ બહેનોનાં ડીએનએની તપાસ ચાલુ છે અને તેમનો મૃતદેહ સોંપવાની પ્રક્રિયા ચાલી રહી છે.