રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 7 જૂન 2019 (11:15 IST)

દુબઈમાં ઈદ મનાવી પરત ફરી રહેલા 8 ભારતીય સહિત 17 લોકોનાં અકસ્માતમાં મૃત્યુ

દુબઈ પોલીસે જાણકારી આપી છે કે એક બસ અકસ્માતમાં 17 લોકોનાં મૃત્યુ થયાં છે અને 5 લોકો ઘાયલ થયા છે. આ ઘટના ઈદ મનાવીને પરત ફરી રહ્યા હતા ત્યારે બની છે જેમાં 8 ભારતીયોનો સમાવેશ થાય છે.
ગુરુવારે સાંજે 31 લોકોથી ભરેલી બસને અકસ્માત નડ્યો, જેમાં અલગઅલગ દેશોના 31 લોકો સવાર હતા અને તેઓ ઈદની રજાઓ પૂરી કરી ઓમાનથી પરત ફરી રહ્યા હતા.
ખલીલ ટાઇમ્સ મુજબ ઘાયલ તમામ લોકો અને મૃતકોને રાશિદ હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.
દુબઈ પોલીસે આ દુર્ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે.
8 ભારતીયનાં મૃત્યુ થયાં હોવાની વાતને દુબઈ સ્થિત ભારતીય દૂતાવાસે સમર્થન આપ્યું છે.