સોમવાર, 28 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 14 ડિસેમ્બર 2016 (11:04 IST)

પાંચ વર્ષ પછી બંધ થઈ જશે 2000ની નવી નોટ

નોટબંધી સાથે જ બજારમાં આવેલ 2000 રૂપિયાનો નવી નોટ પણ પાંચ વર્ષ પછી બંધ થઈ શકે છે. સંઘથી સંકળાયેલા અર્થ શાસ્ત્રી એસ. ગુરૂમૂર્તિએ નિવેદન આપ્યુ છે કે નોટબંધીને કારણે થતી કેશની કમીનો સામનો કરવા નિપટવા માટે મોટા નોટ છાપ્યા હતા. આટલા ઓછા સમયમાં 500 અને 1000 રૂપિયાના નોટ છાપવા મુશ્કેલ હતું. આથી 2000નો નવી નોટ લાવવી પડી . ગુરૂમૂર્તિએ નોટબંધીને વિત્તીય પોકરણનું નામ દીધું અને કહ્યુ કે ભવિષ્યમાં 500ના નોટ જ સૌથી મોટી કરંસી હશે . જ્યારે અનૂકૂલ પરિણામ આવવા શરૂ થશે ત્યારે 2000ની નોટ ચલણમાંથી હટાવવી પડશે. આ સમયે જે બેંકમાં 20 ટકાથી વધારે લેણ-દેણ  થશે તેના રેકાર્ડ ચેક થશે.