સોમવાર, 25 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ ગુજરાતી
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : મંગળવાર, 10 ઑક્ટોબર 2023 (13:16 IST)

vastu for main door- ઘરના ઉંબરા પર છે આ 8 શુભ વસ તુઓ તો ધનવાન બનવાથી કોઈ રોકી ન શકે

vastu gate
vastu for main door- ઘરના ઉંબરા સુખ-શાંતિ અને સમૃદ્ધિ આપનારી હોય છે. ઉંબરા પર પગ રાખીને કયારે ઉભા ન હોવા જોઈએ. ઉંબરા પર પગ નથી પટકાવતા. તમારા ગંદા  પગ કે ચપ્પ્લને ઘસીને સાફ ન કરવી. ઉંબરા પર ઉભા થઈને કોઈના પગે ન લાગવા જોઈએ. ઉંબરા કે મેનગેટ પર આ 8 વસ્તુઓ હોવાથી ઘરમાં ખુશીઓ આવે છે અને માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. કેટલીક એવી વસ્તુઓ વિશે બતાવીશુ જેને મેન ગેટ સામે લગાવી દેવાથી પૈસા આવવાના નવા રસ્તા ખુલશે. 
 
 
મેન ગેટ પર લગાવો આ વસ્તુઓ 
સૌથી પહેલી વસ્તુ છે તુલસીનો છોડ - વાસ્તુશાત્ર મુજબ ઘરના મુખ્ય દ્વાર પર તુલસીનો છોડ લગાવવાથી પૈસાની તકલીફ દૂર થાય છે અને ઘરમાં પોઝિટિવ એનજ્રી પણ આવે છે.  સાથે જ સાંજે આ છોડ નીચે દીવો જરૂર પગટાવો. તેનાથી ઘરમાં હંમેશા ધન ધાન્ય ભરપૂર રહેશે. 
 
બીજુ છે દેવી લક્ષ્મીનુ શુભ પદ ચિન્હ - ઘરના મેન ગેટ પર દેવી લક્ષ્મીના શુભ પદ ચિન્હ લગાવવાથી બધી આર્થિક પરેશાનીઓ દૂર થાય છે.  એટલુ જ નહી તેનાથી ઘરમાં કોઈપણ પ્રકારની નકારાત્મક ઉર્જા પણ પ્રવેશ કરતી નથી અને ઘરમાં હંમેશા સુખ શાંતિ કાયમ રહે છે. 
 
ત્રીજી વસ્તુ છે લક્ષ્મીજીની ફોટો - ફક્ત લક્ષ્મીજીના પગલા જ નહી પણ મુખ્ય દરવાજા પર તેમની ફોટો લગાવવાથી પણ ઘરમાં આવનારુ આર્થિક સંકટ આપમેળે જ દૂર થાય છે. અને મા લક્ષ્મીની કૃપા કાયમ રહે છે. 
 
ચોથી વસ્તુ છે સ્વસ્તિક અને શુભ લાભ - આર્થિક પરેશાનીથી મુક્તિ મેળવવા માટે તમારા મેન ગેટ સામે સ્વસ્તિક શુભ લાભના નિશાન પણ લગાવી શકો છો. વાસ્તુ મુજબ તેને મુખ્ય દરવાજાના જમણી બાજુ લગાવવા શુભ હોય છે. સાથે જ તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા પણ આવે છે. 
 
પાંચમી વસ્તુ છે તોરણ - મિત્રો તોરણ આપણા ઘરની શોભા તો વધારે જ છે સાથે જ તેનાથી ઘરમાં લક્ષ્મીની કૃપા પણ કાયમ બની રહે છે. વાસ્તુના મુજબ મુખ્ય દરવાજા પર આસોપાલવ કે કેરીના પાનનુ તોરણ લગાવવુ જોઈએ. આ નકારાત્મક ઉર્જાને દૂર રાખવા સાથે જ ધન ધાન્યથી પરિપૂર્ણ કરે છે.
 
છઠ્ઠી વસ્તુ છે ઘોડાની નાળ - વાસ્તુ કહે છે કે ઘરના મુખ્ય દરવાજા પર કાળા ઘોડાની નાળ લગાવવથી ઘરને કોઈની ખરાબ નજર લાગતી નથી.  સાથે તેનાથી ઘરમાં બરકત પણ આવે છે. 
 
7મી વસ્તુ છે ફ્લાવર પૉટ - ઘરના મુખ્ય દરવાજા પર સુગંઘવાલા છોડને પૉટમા સજાવીને રાખવા જોઈએ. આવુ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને ધન ધાન્ય અને એશ્વર્યમાં વૃદ્ધિ થાય છે.  પણ આ વાતનુ ધ્યાન રાખો કે ફ્લાવર પૉટ મેન ગેટની બંને બાજુ રાખવો જોઈએ. 
 
8 મી વસ્તુ છે- ખાસ અવસારો પર ભગવાનના પૂજન કર્યા પછી અંતમાં ઉંબરાની પૂજા કરવી. ઉંબરાના બન્ને બાજુ સથિયો બનાવીને તેની પૂજા કરવી. સાથિયાના ઉપર ચોખાના ઢગલા કરી એક સોપારી અને નાડાછડી રાખવુ આ ઉપાયથી ધનલાભ થશે 
 
પૈસાની તંગી દૂર કરવા માટે વાસ્તુ મુજબ કેટલાક સહેલા ઉપાય.