શનિવાર, 23 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી , મંગળવાર, 19 સપ્ટેમ્બર 2023 (15:15 IST)

જિયો એયર ફાઈબર 8 શહેરોમાં લોન્ચ, કેબલ વગર મળશે અલ્ટ્રા હાઈ સ્પીડ

Jio AirFiber
- દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, કોલકાતા, અમદાવાદ, બેંગલુરુ, ચેન્નાઈ અને પુણેમાં લાઈવ 
-  20 કરોડ કેમ્પસને જોડવાની યોજના
-  રૂ. 599 થી પ્લાન શરૂ  
-  1 Gbps સુધીની સ્પીડ મળશે 
 
  મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જિયોએ ગણેશ ચતુર્થીના અવસર પર દેશના 8 મેટ્રો શહેરોમાં Jio Air Fiber લોન્ચ કર્યું છે. જિયો એયર ફાઈબર એ એક ઈંટ્રીગ્રેટેડ એન્ડ-ટુ-એન્ડ સોલ્યુશન છે જે હોમ એન્ટરટેઇનમેન્ટ, સ્માર્ટ હોમ સેવાઓ અને હાઇ-સ્પીડ બ્રોડબેન્ડ જેવી સેવાઓ પ્રદાન કરશે. કંપનીએ દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, કોલકાતા, અમદાવાદ, બેંગલુરુ, ચેન્નાઈ અને પુણેમાં જિયો એયર ફાઈબર સેવાને લાઈવ કરી દીધી છે. 
Jio AirFiber
 એર ફાઈબર અને એર ફાઈબર મેક્સ નામના બે પ્લાન કંપનીએ બજારમાં લોન્ચ કર્યા છે. એર ફાઇબર પ્લાનમાં ગ્રાહકને બે પ્રકારના સ્પીડ પ્લાન મળશે, 30 Mbps અને 100 Mbps. કંપનીએ પ્રારંભિક 30 Mbps પ્લાનની કિંમત 599 રૂપિયા રાખી છે. જ્યારે 100 Mbps પ્લાનની કિંમત 899 રૂપિયા રાખવામાં આવી છે. બંને પ્લાનમાં ગ્રાહકને 550 થી વધુ ડિજિટલ ચેનલ્સ અને 14 એન્ટરટેઈનમેન્ટ એપ્સ મળશે.
 
એયર ફાઈબર પ્લાન હેઠળ કંપનીએ 100 એમબીપીએસ સ્પીડવાળુ એક 1199 રૂપિયાનો પ્લાન રજુ કર્યો છે. જેમા ઉપર મળનારા ચેનલ અને એપ્સ સાથે નેટફ્લિક્સ, અમેજોન અને જિયો સિનેમા જેવા પ્રીમિયમ એપ્સ પણ મળશે. 
 
જે ગ્રાહકોને ઈંટરનેટની સ્પીડ વધુ જોઈએ તે એયર ફાઈબર મૈક્સ પ્લાન્સમાંથી કોઈ એક પસંદ કરી શકે છે. કંપનીએ 300 એમબીપીએસથી લઈને 1000 એમબીપીએસ એટલે કે 1 જીબીપીએસ સુધીના ત્રણ પ્લાન બજારમાં ઉતાર્યા છે. 1499 રૂપિયામાં 300 એમબીપીસની સ્પીડ મળશે. 2499ર રૂપિયામાં 500 એમબીપીએસ સુધીની સ્પીડ ગ્રાહકને મેળવી હશે. અને ગ્રાહકને 1 જીબીપીસની સ્પીડવાળો પ્લાન લેવો છે તો તેને 3999 રૂપિયાઓ ખર્ચ કરવો પડશે.  બધા પ્લાંસ સાથે 550 થી વધુ ડિઝિટલ ચેનલ, 14 એંટરટેનમેંટ એપ અને નેટફ્લિક્સ, અમેજોન અને જિયો સિનેમા જેવા પ્રિમિયમ એપ્સ પણ મળશે. 
jio fiber
jio fiber
જિયોનું ઓપ્ટિકલ ફાઈબર ઈન્ફ્રાસ્ટ્રક્ચર સમગ્ર ભારતમાં 15 લાખ કિમીમાં ફેલાયેલું છે. કંપનીએ અત્યાર સુધીમાં 1 કરોડથી વધુ જગ્યાને તેની જિયો એયર ફાઈબર સેવા સાથે જોડી છે. પરંતુ હજુ પણ કરોડો જગ્યાઓ અને મકાનો એવા છે જ્યાં વાયર અથવા ફાઈબર કનેક્ટિવિટી પૂરી પાડવી ખૂબ જ મુશ્કેલ છે. જિયો એયર ફાઈબર છેલ્લા માઇલ કનેક્ટિવિટીની મુશ્કેલીને સરળ બનાવશે. કંપનીને જિયો એયર ફાઈબર દ્વારા 20 કરોડ ઘરો અને પરિસરોમાં પહોંચવાની આશા છે.
 
જિયો એયર ફાઈબરના લોંચ પર રિલાયંસ જિયો ઈન્ફોકોમ લિમિટેડ કે ચેયરમેન, આકાશ અંબાનીએ કહ્યુ, અમારી ફાઈબર-ટૂ-ધ-હોમ સર્વિસ, જિયો ફાઈબર 1 કરોડથી વધુ ગ્રાહકોને સેવા પ્રદાન કરી રહી છે. દર મહિને સેકડો હજારો લોકો તેની સાથે જોડાય રહ્યા છે. પણ હજુ પણ લાખો ઘરો અને નાનકડા વ્યવસાયોને જોડવાના બાકી છે. 
 
જિયો એયર ફાઈબર સાથે આપણે આપણા દેશના દરેક ઘરને સમાન ગુણવત્તાવાળી સેવા સાથે ઝડપથી કવર કરવા જઈ રહ્યા છે. જિયો એયર ફાઈબર શિક્ષણ, સ્વાસ્થ્ય, નજરરાખવી અને સ્માર્ટહોમમાં પોતાના સોલ્યુશન્સના માઘ્યમથી લાખો ઘરોને વિશ્વ સ્તરીય ડિજિટલ મનોરંજન સ્માર્ટ હોમ સેવાઓ અને બ્રોડબેંડની સેવાઓ આપશે. 
 
જિયો એયર ફાઈબરને ઓનલાઈન અને ઓફલાઈન બુક કરી શકાય છે.  60008-60008 પર મિસ્ડ કોલ આપીને કે www.jio.com પર વિઝિટ કરીને બુકિંગ પ્રક્રિયા શરૂ કરી શકાય છે.  જિયો સ્ટોર્સ પરથી પણ જિયો એયર ફાઈબર ખરીદી શકાય છે.