ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By

કેરીના પાન દૂર કરશે વાસ્તુ દોષ

મિત્રો જીવનમાં સતત આવી રહેલી પરેશાનીઓનુ કારણ વાસ્તુ દોષ પણ હોઈ શકે છે.   આ નાની મોટી પરેશાનીઓથી પીછો છોડાવવા માટે વાસ્તુ શાસ્ત્રમાં ઘણા સહેલા ટોટકા બતાવ્યા છે. અજે અમે વાત કરી રહય છે જે એવા કેટલાક શુભ વૃક્ષની જેના પાન ઈશ્વરને ચઢાવવાથી ઘરના તમામ વાસ્તુ દોષ દૂર થય છે.   તો ચાલો જાણીએ કયા પાન અર્પિત કરવાથી દૂર થશે વાસ્તુ દોષ 
 
કેરીના પાન -  ઘરના મંદિરમાં ભગવાન શિવને કેરીના પાન અર્પિત કરવાથી તે ભક્તોના દુર્ભાગ્ય્નએ દૂર કરે છે. ઘણા સમયથી ચાલી આવતે ધન સંબંધિત પરેશાનીઓ પણ દૂર થાય છે. કેરીના પાન ઘરના મંદિરમાં મુકવાથી તમામ વાસ્તુ દોષ થોડાક જ દિવસમાં દૂર થઈ જાય છે. 
 
પીપળાના પાન - ઘરમાં પીપળાનો છોડ લગાવવાની સથે સાથે શિવને પીપળના પાન અર્પિત કરવાથી અનેક પ્રકારના વાસ્તુ દોષ દૂર થાય છે.  જેનાથી ધન લાભની શક્યતા બને છે. સાથે જ ઘરના બધા સભ્યો હંમેશા તંદુરસ્ત રહે છે. 
 
આસોપાલવના પાન - રવિવારના દિવસે આસોપાલવના પાન ભગવાન શિવન અર્પિત કરવાથી સંતાન સાથે જોડાયેલ કષ્ટ દૂર થાય છે. સાથે જ સમાજમાં તમને માન સન્માનની પ્રાપ્તિ થાય છે. 
 
વડના પાન - વડના પાન મહાદેવને અર્પિત કરવાથે ભગવાન શિવની સથે સાથે મા પાર્વતી પણ ખૂબ ખુશ થાય છે. જેનાથી મહાદેવ ભક્તોની દરેક પરેશાનીમાં રક્ષા કરે છે.  સાથે જ દુર્ઘટનાઓથી બચાવ પણ કરે છે. 
 
બિલિ પત્ર  - ભગવાન શિવન બિલીપત્રના પાન ચઢાવવાથી મનુષ્યના બધા દુખ દૂર થાય છે. ખાસ કરીને મંગળવારના દિવસે શિવજીને બિલિપત્ર ચઢાવવાથી તમારી દરેક મનોકામના પૂરી થાય છે.