મંગળવાર, 18 ફેબ્રુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : સોમવાર, 12 ફેબ્રુઆરી 2018 (16:20 IST)

video - Valentine વીક પર વાયરલ થઈ રહી છે આ આંખ મારતી છોકરી.. ડેબ્યૂ પહેલા થઈ ગઈ ફેમસ

વેલેંટાઈન વીક શરૂ થઈ ચુક્યુ છે. આવામાં સોશિયલ મીડિય અપર એક વીડિયો ખૂબ ચર્ચામાં છે. શાળામાં સેમિનાર દરમિયાન એક યુવતી ખાસ અંદાજમાં આંખો જ આંખોમાં રોમાંસ કરતી જોવા મળી રહી છે. તેનો આ વીડિયો યુવાઓને ખૂબ પસંદ પડી રહ્યો છે. વીડિયો જોઈને બધાના મગજમાં એક જ સવાલ છે કે આ વીડિયોમાં આ છોકરી કોણ છે ? તો તમને બતાવી દઈએ કે છોકરી સાઉથ ઈંડિયન એક્ટ્રેસ છે અને તેનુ નામ છે પ્રિયા પ્રકાશ વારિયર. પ્રિયા મલયાલમ ફિલ્મ ઓરુ અદાર લવ દ્વારા પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત કરી રહી છે. પણ ફિલ્મ રજુ થતા પહેલા જ તેમના આ વીડિયોએ ઈંટરનેટ પર તહલકો મચાવ્યો છે.  લોકોને તેમનો આંખો જ આંખોમાં રોમાંસ કરવાનો આ અંદાજ ખૂબ ગમી રહ્યો છે. કેરલમાં જન્મેલી આ અભિનેત્રીએ ફિલ્મમાં એક શાળાની યુવતીનુ પાત્ર ભજવ્યુ છે.