સૌરાષ્ટ્રમાં અમરેલીમાં કોંગ્રેસ અને પોરબંદર, જામનગર સહિત રાજકોટમાં ભાજપ આગળ
સૌરાષ્ટ્રની 7 બેઠક પર સવારે 8 વાગ્યાથી જ પોલીસના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ થઈ ગઈ છે. ત્યારે રાજકોટમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. જ્યારે અમરેલીમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી આગળ ચાલી રહ્યાં છે. ભાવનગરમાં ભારતીબેન શિયાળ(BJP) આગળ ચાલી રહ્યાં છે. તો જામનગરમાં મીડિયાને કેમેરા અંદર ન લઈ જવા દેવાતા મીડિયાકર્મીઓએ કેમેરા બાર મુકીને વિરોધ નોંધાવ્યો છે. મીડિયા રૂમમાં ખાલી બેસવાની જ વ્યસ્થા કરવામાં આવી છે. જૂનાગઢમાં સવારથી સર્વર ડાઉન હોવાથી ખુબ જ ધીમી ગતિએ મતગણતરી ચાલી રહી છે.
રાજકોટમાં મોહન કુંડારિયા(BJP) 32597મતથી આગળ
જામનગરમાં પૂનમ માડમ(BJP) 6000 મતથી આગળ
અમરેલીમાં પરેશ ધાનાણી(CONG) આગળ
ભાવનગરમાં ભારતીબેન શિયાળ(BJP) આગળ
સુરેન્દ્રનગરમાં મહેન્દ્ર મુંજપરા(BJP) આગળ
પોરબંદરમાં રમેશ ધડુક(BJP) 1600 મતથી આગળ