મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ભાજપનુ રાષ્ટ્રીય અધિવેશન
Written By
Last Modified: શનિવાર, 30 એપ્રિલ 2022 (09:28 IST)

દાયકામાં સૌથી ‘હોટ’ એપ્રિલ: અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર, તાપમાન 45 ડિગ્રી પહોચે તેવી શક્યતા

રાજયમાં છેલ્લા કેટલાક સમયથી ગરમીના પ્રમાણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આ વખતે એપ્રિલ મહિનામાં ઈતિહાસમાં 12 વર્ષમાં એપ્રિલ મહિનામાં સૌથી વધારે ગરમી પડી છે તેવું હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે. અમદાવાદમાં ગરમીનો પારો 45 ડિગ્રી જતા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે કેટલાક ક્ષેત્રનું તાપમાન 48 ડિગ્રી સુધી પહોંચી શકે છે.અમદાવાદમાં છેલ્લા બે દિવસથી ગરમીનો પારો 44 ડિગ્રી પાર થયો છે. કાળઝાળ ગરમીના કારણે લોકો ઘરમાંથી બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. ત્યારે આજે અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને પારો 45 ડિગ્રી પહોંચી તેવી શક્યતા પણ છે. લોકો ગરમીથી રાહત મેળવવા માટે પાણી અને જ્યુસ વધારે લઈ રહ્યા છે. શહેરના તમામ રસ્તાઓ હાલ સુમસામ બન્યા છે.

જો કે, આગામી 2 મે બાદ ગરમીથી રાહત મળશે પરતું તાપમાના સામાન્ય કરતા ઉચું જ રહેશે.દેશના આશરે 70 ટકા ક્ષેત્રની 80 ટકા વસ્તી ભીષણ ગરમીનો સામનો કરી રહી છે. આ સાથે જ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી, બિહાર, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત અને ઝારંખડ એમ 10 રાજ્યો માટે એલર્ટ આપવામાં આવેલું છે.ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ભારત ગરમીના ભીષણ સમયનો સામનો કરી રહ્યું છે. IMDના વૈજ્ઞાનિક આરકે જેનામણિએ જણાવ્યું કે, યુપી, રાજસ્થાન, દિલ્હી, હરિયાણા અને ઓડિશાના કેટલાક હિસ્સાઓનું તાપમાન 45 ડિગ્રીથી વધી ગયું છે. દેશના મોટા ભાગના ક્ષેત્રોમાં આગામી 5 દિવસ સુધી લૂનો પ્રકોપ જોવા મળશે.