શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 18 મે 2017 (14:28 IST)

આજે વર્લ્ડ મ્યુઝિયમ ડે- જાણો ગુજરાતના કયા મ્યુઝિયમમાં શું છે?

18મી મે નો દિવસ સમગ્ર વિશ્વમાં મ્યુઝિયમ ડે તરીકે ઉજવાય છે. ત્યારે ગુજરાતમાં કયા મ્યુઝિયમમાં શું સચવાયેલું છે એ જાણવું જરૂરી છે. વડોદરાનું સયાજી મ્યુઝિયમ લોકોમાં ખાસ જાણીતું છે. જેમાં 19મી સદીમાં દેશના સૌથી રસપ્રદ મ્યુઝિયમ તરીકે બરોડા મ્યુઝિયમનું સ્થાન હતું. બરોડા મ્યુઝિયમમાં વિશ્વની કેટલીક અજાયબીભરી ચીજોનું કલેક્શન છે. જેમાં ઇજિપ્તના મમીનો સમાવેશ થાય છે. ગુજરાતમાં એકમાત્ર બરોડા મ્યુઝિમમાં જ ઇજિપ્તનું મમી સચવાયેલુ છે. આ મમી મહારાજા સયાજીરાવ ગાયકવાડે 1895માં ખરીદ્યુ હતું. બરોડા મ્યુઝિયમમાં અનેક દુર્લભ ચીજોનો સંગ્રહ હાલમાં પણ ઉપલબ્ધ છે.

વર્ષ 2013માં માર્સલ મેરી બરોડા મ્યુઝિયમની મુલાકાતે આવ્યાં હતાં. આ મુલાકાત દરમિયાન તત્કાલીન ક્યુરેટર શૈલેશ ઘોડાએ માર્સલ મેરીને આ મમી વિશે ક્વેરી કરી હતી. માર્સલ મેરી બરોડા મ્યુઝિયમમાં આ મમીને નિહાળી તેની ઉપરના લખાણ વાંચીને પરત જતાં રહ્યાં હતા.

માર્સલ મેરીએ શૈલેશ ઘોડાને ઇમેલ પર 2 મહિના સુધી તેમના વિવિધ પ્રશ્નોના જવાબ આપ્યા હતા.આ મમી સ્ત્રીનું હોવાનું છેલ્લાં 120 વર્ષથી મનાતું હતું. જો કે તે પુરુષનું હોવાનો સૌથી રોચક ખુલાસો બ્રિટિશ મ્યુઝિયમનાં ઇજિપ્ત અને સુદાન ગેલેરીનાં આસિસ્ટન્ટ કીપર અને ઇજિપ્તૉલૉજિસ્ટ માર્સલ મેરીએ કર્યો હતો.
museum

માર્સલે આપેલા પ્રત્યુતરમાં જણાવાયું છે કે, આ મમી કોઇ સ્ત્રીનું નથી. આ મમી પુરુષનું છે અને તે પણ એક ઇજિપ્શિયન ધર્મગુરુનું છે. મમીની ઉપર લખાયેલું નામ ‘હૉર્નાખ્ત’ એ ઇજિપ્તની સંસ્કૃતિમાં પુરુષનાં નામ હોય છે. આ પ્રથમ પુરાવાના આધારે તેમણે મમીની સ્ટડી કરીને જણાવ્યું હતું કે, આ પુરુષનું મમી છે. બરોડા મ્યુઝિયમમાં આ મમીને યુવતીના મમી તરીકે જ ગણાતું હતું. પરંતુ આ પત્રવ્યવહાર અને માર્સલ મેરીના તારણ બાદ શૈલેશ ઘોડાએ પોતાની માર્ચ 2013ની નિવૃત્તિ પહેલાં તેનુ લેબલિંગ ચેન્જ કર્યું છે