ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: અલવર. , બુધવાર, 6 જુલાઈ 2022 (13:56 IST)

રાજસ્થાન - બદમાશોએ માત્ર 17 મિનિટમાં લૂટી એક્સિસ બેંક, 32 લોકોને બંધક બનાવ્યા, 90 લાખ લઈ ગયા

રાજસ્થાનના અલવર(Alwar)  જિલ્લાના ભીવાડી શહેરમાં બદમાશોએ માત્ર 17 મિનિટમાં એક્સિસ બેંક લૂંટી(Axis Bank robbed)  લેવાની ઘટનાને અંજામ આપ્યો હતો. સોમવારે દિવસે દિવસે બનેલી આ ઘટનામાં સશસ્ત્ર બદમાશોએ 93 લાખ 43 હજારની રોકડ અને 25 લાખની કિંમતનું સોનું લૂંટી લીધું હતું. આ ઘટના દરમિયાન બદમાશોએ કુલ 32 લોકોને બંધક બનાવ્યા હતા. જેમાં બેંક કર્મચારીઓ અને ગાર્ડ તેમજ ગ્રાહકોનો સમાવેશ થતો હતો. ગુનાને અંજામ આપ્યા બાદ બદમાશો ઉત્તર પ્રદેશ ભાગી ગયા છે. પોલીસ લૂંટારાઓને શોધીને યુપી પહોંચી ગઈ છે.
 
જયપુર રેંજ આઈજી ઉમેશચંદ્ર દત્તાએ જણાવ્યુ કે બદમાશોએ બેંક કર્મચારીઓ અને ગ્રાહકોને બંધક બનાવીને 17 મિનિટમા આખી ઘટનાને અંજામ આપી દીધો હતો. સીસીટીવી કેમરાના ફુટેજ સામે આવ્યા છે. હથિયારબંધ બદમાશ સવારે 9.30 વાગે એક્સિસ બેંકના ગેટ પર આવ્યા હતા. ત્યારબાદ સૌ પહેલા તેમણે ગાર્ડને પિસ્ટલની અણી પર ધમકાવ્યો. પછી 9.32 વાગે બદમાશોએ ગ્રાહકો અને બેંક કર્મચારીઓને પિસ્તોલની અણીએ તેમને બંધક બનાવીને સ્ટોરરૂમમાં બંધ કરી દીધા. 
 
ગ્રાહકોને અંદર લઈ જઈને બંધક બનાવતા રહ્યા 
ત્યારબાદ  માત્ર 17 મિનિટમાં સમગ્ર ઘટનાને અંજામ આપીને તે 9.47 વાગ્યે બાઇક પર ફરાર થઈ ગયા હતા. . સીસીટીવીમાં બદમાશો ભાગતા જોવા મળે છે. આ દરમિયાન બદમાશોએ બેંકના સ્ટ્રોંગ રૂમના લોકરમાં રાખેલા 93 લાખ 43 હજાર રોકડા અને 25 લાખની કિંમતનું સોનું લૂંટી લીધું હતું. લૂંટ દરમિયાન બદમાશોએ તેમના એક સાથીને બેંકના મુખ્ય ગેટ પર ઉભો રાખ્યો હતો. બેંકમાં આવનાર કોઈપણ ગ્રાહકને તે અંદર લઈ જતો અને તેને બંધક બનાવી દેતો. જેના કારણે બેંકની અંદર શું ચાલી રહ્યું છે તેની બહારના લોકોને પણ ખબર ન પડી.
 
બદમાશોએ લૂંટ માટે આ ટ્રીક અપનાવી  
પોલીસના જણાવ્યા અનુસાર, જો ગ્રાહકોને બેંકની અંદર ન લઈ જવામાં આવ્યા હોત, તો લોકોને કાચમાંથી કંઈક દેખાયુ હોત અને શંકાના આધારે, બદમાશો પકડાયા હોત. ઘટના બાદ પોલીસની ચાર ટીમો બદમાશોને પકડવા રવાના કરવામાં આવી છે. દરમિયાન આ કેસમાં પોલીસને મહત્વની લીડ મળી છે. બદમાશોનો પીછો કરતા પોલીસ હરિયાણાના ગુરુગ્રામ થઈને યુપીમાં પ્રવેશી છે.