સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : રવિવાર, 20 મે 2018 (10:07 IST)

વિચિત્ર રિવાજ - વર-વધુને ટોયલેટ જવા પર રોક

મિત્રો તમે ક્યારેય સાંભળ્યુ છે કે જેમના લગ્ન હોય તે યુવક અને યુવતીએ 3 દિવસ સુધી ટોયલેટ જવુ નહી... નવાઈ પામી ગયા ને.. આજનો અમારો વીડિયો તમને આવુ જ કંઈક બતાવી રહ્યો છે. 
 
દેશ હોય કે વિદેશ અનેક એવા રિવાજ હોય છે જે તમે સાંભળ્યા હશે અને તેને નિભાવતા પણ હશો.. .. જ્યારે કોઈના લગ્ન થાય છે તો તેને અનેક રિવાજમાંથી પસાર થવુ પડે છે. ઉલ્લેખનીય છે કે  કેટલાક દેશોમાં.. લોકોના રીતિ રિવાજ.. પરંપરાઓ એવા છેકે તમે  હસવુ નહી રોકી શકો. જે રિવાજ વિશે આજે અમે તમને બતાવી રહ્યા છીએ તેને સાંભળીને તમારા હોશ ઉડી જશે.. 

ઈંડોનેશિયામાં વર અને વધૂ લગ્નના લગભગ 3 દિવસ સુધી ટૉયલેટ નથી જઈ શકતા
 
જેના હેઠળ અહી વર અને વધૂ લગ્નના લગભગ 3 દિવસ સુધી ટૉયલેટ નથી જઈ શકતા. જી હા આ એક સત્ય છે. વર અને વધુ 3 દિવસ સુધી નેચર કૉલ મતલબ શૌચાલય નથી જઈ શકતા. આ લોકોનુ માનવુ છે કે જો તે લોકો લગ્નના 3 દિવસ સુધી ટૉયલેટનો યૂઝ કરશે તો તેમને ખરાબ નજર લાગી જશે. કે પછી એવુ પણ બની શકે કે આ નવા કપલની નવી નવેલી જોડી તૂટી જાય.. કે પછી બંનેમાંથી કોઈ એકનુ મોત થઈ જાય............... 
 
જો આ 3 દિવસ ટોયલેટ ન જવાનો રિવાજ તોડવામાં આવે તો વૈવાહિક જીવનમાં અપશુકન આવી જાય છે..  આ જ બધા દુષ્પરિણામોથી બચવા માટે આ લોકો આ નિયમનુ કડકાઈથી પાલન કરે છે.  બંને પતિ પત્ની 3 દિવસ સુધી એક જ સ્થાન પર બેસેલા રહે છે અને તેમની દેખરેખ ઘરના અન્ય સભ્ય કરે છે.  આ દરમિયાન ખોરાક પણ હળવો લેવામાં આવે છે. જેથી ટૉયલેટ જવાની જરૂર ઓછામાં ઓછી પડે. 3 દિવસ સુધી બંને નોર્મલ જીંદગી જીવી શકે છે
 
આ લોકોની પરંપરા એકદમ જ અલગ છે. કદાચ આનુ પાલન કરવુ આજની યુવા પેઢી માટે ખૂબ જ મુશ્કેલ છે. પણ હાલ આ સમુહ પૂરી તલ્લીનતાથી આ રિવાજોનુ પાલન કરી રહ્યુ છે.