શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: સોમવાર, 4 ડિસેમ્બર 2017 (15:23 IST)

ચૂંટણીમાં ભાજપની જીત ગામડાં સાબિત કરશે. કોંગ્રેસને શહેરો ભારે પડશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદારોનો મુડ સ્પષ્ટ થઈ ગયો છે. ગુજરાતમાં બે પ્રકારના મતદારો છે, જેમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારના મતદારો કાયમ અલગ રીતે પોતાના પ્રશ્નનોને જુવે છે અને તે પ્રમાણે મતદાન કરે છે. શહેરી વિસ્તારના મતદારો સામે રાજ્યને લગતા પ્રશ્નનો ઓછા હોય છે, જ્યારે ગુજરાતના શહેરી મતદારો પોતાની સલામતીના મુદ્દાને વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે. 2002માં બાદ ભાજપનો સતત દાવો રહ્યો છે કે કોંગ્રેસના રાજમાં થતાં તોફાનો અને કરફ્યુ લાગ્યો નથી.

આ વાત સાચી હોવાને કારણે ભાજપ સતત શહેરી મતદારોને કોંગ્રેસ આવશે તો તોફાન થશે તેવા એક માત્ર ડરનો છેલ્લાં પંદર વર્ષથી ફાયદો લઈ રહ્યું છે. જો કે ગ્રામ્ય વિસ્તારના મતદારોને હિન્દુ-મુસ્લિમ પ્રશ્નની અસર થતી નથી, તેમાં પ્રશ્ન રસ્તા પાણી રોજગારી ખેતી અને આરોગ્યલક્ષી છે. ખાસ કરી ગ્રામીણ મતદાર માનતો હતો કે નરેન્દ્ર મોદી કેન્દ્ર સરકારમાં આવશે અને તેમની સમસ્યાનો અંત આવશે, પણ મોદીના ત્રણ વર્ષના શાસન બાદ પણ ગ્રામીણ મતદારોની જીંદગીમાં સુધારો થયો નથી. હમણાં સુધી મોદી કોંગ્રેસને જવાબદાર ગણાવતા હતા, હવે તેઓ લોકોની જીંદગીની સ્થિતિ માટે જવાબદાર છે. જો કે આમ છતાં મોદી અને ભાજપી નેતાઓ હજી પણ પણ સભામાં કોંગ્રેસને જ કારણભુત ગણાવે છે, પણ પ્રજાને હવે કોંગ્રેસ સામે ગુસ્સો આવતો નથી. જ્યારે વડોદરામાં કોંગ્રેસને એક પણ બેઠક મળવાની સંભાવના નથી, પણ સુરતમાં કોંગ્રેસ ત્રણ-ચાર બેઠકો મેળવી શહેરમાં ખાતુ ખોલાવી શકે તેમ છે. જ્યારે રાજકોટ અને ભાવનગરમાં હજી પણ ભાજપનો હાથ ઉપર છે. છતાં રાજકોટમાં વિજય રૂપાણીને કોંગ્રેસના નેતા ઈન્દ્રનીલ બરાબરની ટક્કર આપી રહ્યા છે. ભાજપને પહેલી વખત પોતાના વર્તમાન મુખ્યમંત્રી હારી જાય તેવો ડર પણ લાગી રહ્યો છે., સામાન્ય રીતે કોંગ્રેસનેને પોતાના બળવાખોર ઉમેદવારનો ડર લાગતો હતો, પણ આ વખતે ભાજપને પોતાના બળવાખોર મતોનું વિભાજન કરે તેનો ડર સતાવી રહ્યો છે.