બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 4 જાન્યુઆરી 2021 (15:59 IST)

ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત 3 ભૂમાફિયાઓના નામ જાહેર કર્યા

ગુજરાત સરકારે ભૂ માફિયાઓ વિરૂદ્ધ કડક કાયદાની જાહેરાત કરી છે. ત્યારે ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે પણ ભૂ માફિયાઓના નામ જાહેર કરવાની જાહેરાત કરી હતી. હવે આજે પત્રકાર પરિષદ કરીને અલ્પેશ ઠાકોરે પુરાવા સાથે ત્રણ ભૂ માફિયાઓના નામની જાહેરાત કરી છે. આ અંગે અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે જે દિવસે સરકારે ભૂ માફિયાઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા માટે લેન્ડ ગ્રેબિંગ એક્ટની જાહેરાત કરવામાં આવી હતી. એ જ દિવસે મેં કહ્યું હતું કે રાજ્યમાં ભૂ માફિયાઓ બેફામ બન્યાં છે અને આગામી દિવસોમાં હું ભૂ માફિયાઓના નામ જાહેર કરીશ.

અમદાવાદ અને ગાંધીનગર સહિત રાજ્યભરમાં ભૂ માફિયાઓએ ગરીબ ખેડૂતોની જમીન પચાવી પાડી છે. ત્યારે અમે પુરાવા સાથે આજે ત્રણ ભૂ માફિયાઓના નામ જાહેર કરીએ છીએ અને રાજ્ય સરકારને વિનંતી છે કે ગરીબ ખેડૂતોને ન્યાય અપાવે.  અલ્પેશ ઠાકોરની પ્રેસ કોન્ફરન્સમાં અમદાવાદના મુઠિયા હંસપુરા વિસ્તારમાં રહેતા અમરતજી ઠાકોરની અંદાજિત 250 કરોડ રૂપિયાની જમીન ગણેશ મેરેડિયન નામના કહેવાતા મોટા બિલ્ડરે ખોટા લખાણો કરીને પચાવી પાડી છે. કલ્પેશ પટેલ નામના વ્યક્તિએ ખોટા માણસો, ખોટા પેઢી નામા અને ખોટી વારસાઈ બનાવી જમીન પચાવી પાડી છે. કલ્પેશ પટેલે જે વ્યક્તિના નામે ખોટી વારસાઈ કરાવી હતી તે ખેડૂતે કોર્ટમાં નિવેદન આપી કહ્યું હતું કે અમે ખોટા છીએ, ખેડૂતના આ નિવેદન છતાં કલ્પેશે જમીન પચાવી પાડી છે અને વિવાદ ઉકેલવાના કલ્પેશ જમીનની મુળ કિંમતના 50 ટકા માંગે છે.અમદાવાદના મુઠિયા હંસપુરા વિસ્તારમાં રહેતા રામજી બેચરજી ઠાકોરની અંદાજિત 400 કરોડની જમીન ગેલેક્સી ગ્રૂપના ઉદય ભટ્ટ, હેમાંગ ભટ્ટ અને નિલેશ ભટ્ટે પચાવી પાડી છે અને તેના પર બાંધકામ પણ શરૂ કરી દીધું છે. ખેડૂત રામજી ઠાકોરે 2010માં પોતાને પૈસાની જરૂર હોવાને કારણે ગેલેક્સી ગ્રૂપના ઉદય ભટ્ટ અને તેના પરિવારજનોને જમીન વહેંચવાનું નક્કી કર્યું હતું, પત્રકારેને જણાવતા અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે ઉદય ભટ્ટ દ્વારા આ ગરીબ ખેડૂત પાસે દસ્તાવેજ કરાવાયો અને દેખાવ પુરતા પૈસા આપ્યા પણ દસ્તાવેજ થતાં જ ઉદય ભટ્ટે ખેડૂતને આપેલા તમામ પૈસા પોતાના અને પરિવારજનોના ખાતામાં એ જ દિવસે પરત લઈ ખેડૂતની કોરોડોની જમીન પચાવી પાડી હતી.  ઉદય ભટ્ટે જે પૈસા પરત લઈ લીધેલ તેના બેંક સ્ટેટમેન્ટ પણ આજે આ ખેડૂત પાસે છે. આ મામલે ઉદય ભટ્ટ, હેમાંગ ભટ્ટ અને નિલેશ ભટ્ટ વિરૂદ્ધ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી છે અને ચાર્જશીટ પણ થઈ ગઈ છતાં આજ દિન સુધી ન્યાય નથી મળ્યો. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતાં વિનુભાઈ બાવાજી સોલંકીની વસ્ત્રાલમાં આવેલી 150 કરોડ રૂપિયાની જમીન ભાવિક દેસાઈ અને તેના સાગરીતો દ્વારા પચાવી પાડવામાં આવી. ભૂ માફિયા દ્વારા આ ખેડૂતની જમીન ખોટા આઈ ડી કાર્ડ બનાવી, ખોટુ પાવરનામું કરી અને જમીનનું બાનાખત તૈયાર કરીને કરોડોની જમીન પચાવી પાડી છે.