સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી પરિણામ 2019
Written By

અમદાવાદ પૂર્વ લોકસભા ચૂંટણી 2019 પરિણામ Live

[$--lok#2019#state#gujarat--$]
 
મુખ્ય પ્રતિદ્વંદી -  એચ. એસ. પટેલ (બીજેપી) ગીતાબહેન પટેલ (કોંગ્રેસ) 
 
અમદાવાદની પોળનો અભ્યાસ સંશોધકો માટે રસનો વિષય રહ્યો છે. અમદાવાદ પૂર્વની બેઠક ઉપર ભાજપના એચ. એસ. પટેલ તથા કૉંગ્રેસનાં ગીતાબહેન પટેલની વચ્ચે મુખ્ય ટક્કર છે. ગત વખતે ફિલ્મ અભિનેતા પરેશ રાવલ આ બેઠકના સાંસદ હતા. ગીતાબહેન ગુજરાતમાંથી કૉંગ્રેસનાં એકમાત્ર મહિલા ઉમેદવાર છે.
 
ગુજરાતના એકમાત્ર 'અધર' ઉમેદવાર નરેશ જ્યસ્વાલ ઉર્ફે રાજુ માતાજી આ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર છે. ગીતાબહેન કૉંગ્રેસમાં જોડાયાં તે પહેલાં પાટીદાર અનામત આંદોલન સમિતિ સાથે સંકળાયેલાં હતાં. અમદાવાદમાં નિકોલ, નરોડા, ઠક્કરબાપા નગર તથા બાપુનગર પાટીદાર આંદોલનના ગઢ રહ્યા હતા. ગાંધીનગર દક્ષિણ, દહેગામ, વટવા, નિકોલ, નરોડા, ઠક્કરબાપા નગર તથા બાપુનગર વિધાનસભા મતવિસ્તાર આ લોકસભાક્ષેત્ર હેઠળ આવે છે. 
 
954055 પુરુષ, 855719 મહિલા અને 67 અન્ય સહિત કુલ 1809841 મતદાતા આ બેઠક ઉપર નોંધાયેલા છે.
 
ગુજરાતમાં લોકસભાની કુલ 26 સીટ છે. મુખ્ય મુકાબલો ભાજપા અને કોંગ્રેસ વચ્ચે છે. બંને પાર્ટીઓ બધી 26 સીટ પર ચૂંટણી લડી રહી છે.  અમિત શાહ  જેવા દિગ્ગજ આ વખતે ગુજરાતમાં પોતાનુ નસીબ અજમાવી રહ્યા છે.  2014માં બીજેપીએ બધી 26 સીટો પર વિજય મેળવ્યો હતો. 
[$--lok#2019#constituency#gujarat--$]