બુધવાર, 29 નવેમ્બર 2023
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 5 ફેબ્રુઆરી 2020 (12:18 IST)

Happy Birthday Abhishek - શૂટિંગ દરમિયાન અભિષેકને એશ્વર્યા સાથે થયો હતો પ્રેમ, કરિશ્મા સાથે લગ્ન થતા થતા રહી ગયા

ફિલ્મ ઈંડસ્ટ્રીના મહાનાયક અમિતાભ બચ્ચનના પુત્ર અને અભિનેતા અભિષેક બચ્ચન 5 ફેબ્રુઆરીના રોજ પોતાનો 43મો જનમદિવસ ઉજવી રહ્યા છે. અભિષેક એક પરફેક્ટ હીરો કહેવાય છે અને ઈંડસ્ટ્રીના ફેમસ કપલ્સમાંથી એક માનવામાં આવે છે. અભિષેક-એશ્વર્યાની જોડીને ફેંસની ફેવરેટ જોડી માનવામાં આવે છે. ફિલ્મોથી વધુ અભિષેક પોતાની લવ સ્ટોરીને લઈને ખૂબ ચર્ચામાં રહે છે. તો ચાલો જાણીએ આજના ખાસ ઇદ્વસે પર તેમની લાઈફ સાથે જોડાયેલ રસપ્રદ વાતો.. 
5 ફેબ્રુઆરી 1976ના રોજ જન્મેલા અભિષેક બચ્ચનની લવ સ્ટોરી રસપ્રદ છે. ઉલ્લેખનીય છે કે અભિષેક પોતાનાથી ત્રણ વર્ષ મોટી અભિનેત્રી એશ્વર્યા રાય સાથે લગ્ન કર્યા. પણ આ પહેલા તેઓ કરિશ્મા કપૂર સાથે ફેરા લેવાના હતા. 
 
તો ચાલો જાણીએ અભિષેક અને કરિશ્માની લવ સ્ટોરી વિશે.. વર્ષ 2002માં અમિતાભ બચ્ચ્નના બર્થડે પર અભિષેક અને કરિશ્માની સગાઈ થઈ હતી.  વાત ફક્ત સગાઈ સુધી સીમિત નહોતી પણ બંનેના લગ્નના કાર્ડ પણ વહેંચાઈ ચુક્યા હતા. 
 
દુર્ભાગ્યવશ અચાનક બંનેનો સંબંધ તૂટી ગયો અને બંનેના લગ્ન થતા થતા રહી ગયા.  સમાચાર મુજબ અભિષેકની મા જયા બચ્ચન નહોતી ઈચ્છતી કે તેમની વહુ લગ્ન પછી કામ કરે. પણ કરિશ્માને તેમનો આ પ્રસ્તાવ મંજૂર નહોતો.  જેને કારણે બંનેના લગ્ન અધૂરા રહી ગયા. 
કરિશ્મા સાથે બ્રેકઅપ પછી અભિષેક બચ્ચન એશ્વર્યાના સંપર્કમાં આવ્યા.  બંનેની મુલાકાત વર્ષ 1997માં એક ફિલ્મના સેટ પર થઈ હતી. ત્યારબાદ બંનેને પહેલીવાર વર્ષ 2000માં ફિલ્મ ઢાઈ અક્ષર પ્રેમ કે માં એક સાથે કામ કર્યુ. ત્યારબાદ બંને એક સાથે અનેક ફિલ્મોમાં જોવા મળ્યા. 
 
વર્ષ 2004માં બંટી ઔર બબલીના ગીત કજરા રે ની શૂટિંગ દરમિયાન બંનેને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો હતો. 14 જાન્યુઆરી 2007માં બંનેની સગાઈ થઈ ગઈ અહ્તી અને સગાઈના ત્રણ મહિના પછી કપલ લગ્નના બંધનમાં બંધાય ગયા. 20 એપ્રિલ 2007માં બંનેની લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા હતા. વર્ષ 2011માં એશ્વર્યાએ આરાધ્યાને જન્મ આપ્યો. 
 
એક વાર એક ઈંટરવ્યુમાં એશ્વર્યાએ જણાવ્યુ કે કેવી રીતે અભિષેકે તેમને પ્રપોઝ કર્યુ હતુ. અભિનેત્રીએ જણાવ્યુ કે એક ફિલ્મની શૂટિંગ દરમિયાન અભિષેકે પોતાના પ્રેમનો એકરાર કર્યો હતો. અભિષેકે ઘૂંટણિયે બેસીને હોલીવુડ સ્ટાઈલમાં તેને પ્રપોઝ કર્યુ હતુ. 
 
પ્રપોઝ કરતા અભિનેતાએ તેને એક રિંગ પહેરાવી હતી, પણ એ રિંગ ડાયમંડ કે ગોલ્ડની નહી પણ નકલી હતી.  ઉલ્લેખનીય છે કે બંને એટલા વ્યસ્ત હતા કે અભિષેકને અંગુઠી ખરીદવાનો ટાઈમ જ નહોતો મળ્યો.