સોમવાર, 11 ડિસેમ્બર 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 26 જુલાઈ 2019 (13:02 IST)

દીપેશ-અભિષેક અપમૃત્યુ કેસમાં આસારામ-નારાયણ સાંઇને ક્લિનચીટ; પિતાએ CBI તપાસની માંગ કરી

વર્ષ 2008 દરમિયાન અમદાવાદના મોટેરા ખાતે આવેલા આસારામ આશ્રમમાં રહીને અભ્યાસ કરતા દીપેશ અને અભિષેકના મોતના મામલે આજે નિવૃત જસ્ટિસ ડી.કે. ત્રિવેદીનો અહેવાલ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. ડી.કે. ત્રિવેદીના રિપોર્ટમાં આસારામ અને નારાયણ સાંઇને ક્લિનચીટ આપવામાં આવી છે. આ ઉપરાંત તાંત્રિકવિધિ થયાના પણ કોઈ પુરાવા ન મળ્યાંની નોંધ કરવામાં આવી છે. દીપેશ કે અભિષેકના શરીરના કોઈ અંગો ગાયબ ન થયાની પણ નોંધ કરવામાં આવી છે. આ મામલે પ્રતિક્રિયા આપતા મૃતક અભિષેકના પિતાએ સીબીઆઈ તપાસની માંગ કરી છે. શાળાના બે બાળકોના મરણ અંગે સંપૂર્ણ વિગતો તપાસવામાં આવી છે. દીપેશ અનેઅભિષેકના તા.03/07/2018ના રોજ મોડી સાંજે ગુમ થવાનો બનાવ આશ્રમ મેનેજમેન્ટની નિષ્કાળજીના કારણે બનેલો છે. પંચનો એવો અભિપ્રાય છે કે આ પ્રકારની નિષ્કાળજીકોઈ પણ રીતે ચલાવી શકાય નહીં. આ બનાવની તપાસ સી.આઈ.ડી. (ક્રાઈમ)ને સુપ્રત કરવામાં આવતા સ્થાનિક પોલીસ દ્વારા કોઈ ભૂલ/ક્ષતિ કરવામાં આવેલું હોવાનું જણાતું નથી. ભવિષ્યમાં એવા બનાવ ન બને તે માટે જવાબદાર અધિકારીને ગૂરૂકુળની રૂબરૂ મુલાકાત લેવા, 10 વર્ષથી નીચેના બાળકોને હોસ્ટેલમાં પ્રવેશ ન આપવો, ડોકટર/વોર્ડન દ્વારા નિશ્ચિત રજીસ્ટરમાં બાળકોના સુવાના સમયે નોંધ કરવી, સી.સી.ટી.વીકેમેરાની વ્યવસ્થા ગોઠવી, વિદ્યાર્થી અને સાધકોના મૂવમેન્ટ રજીસ્ટર રાખવા, પ્રાથમિક સારવાર ઉપલબ્ધ હોવી જોઈએ, મેનેજમેન્ટ દ્વારા બાળકોના વાલીનો સતત સંપર્ક,કેમ્પસમાં રાત્રી દરમિયાન યોગ્ય લાઇટની વ્યવસ્થા, વિદ્યાર્થી માટે યોગ્ય રમતનું મેદાન, મેનેજમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓને નદી કિનારે લઈ જવાનું ટાળવું. જો લઈ જવામાં આવે તોગુરુકુળના જવાબદાર વ્યક્તિને સાથે મોકલવા વિગેરે ભલામણ કરવામાં આવી છે. દીપેશ અભિષેકના મોતની તપાસ માટે નિમવામાં આવેલા તપાસ પંચની શરતો અને બોલી આ પ્રમાણે હતી.  કમિશને તેમની તપાસમાં શાળાના બે બાળકોનાં મૃત્યુના બનાવ અંગેની સત્ય હકીકત અને તેના કારણો તપાસવા.  બે બાળકોના મરણ અંગે પોલીસ દ્વારા થયેલ તપાસ અને લેવાયેલ પગલાં પુરતા હતા કે કેમ તેની તપાસ કરવી. ડી.કે. ત્રિવેદી પંચના તપાસ અહેવાલ પર મૃતક અભિષેકના પિતા પ્રફુલ વાઘેલાએ જણાવ્યું હતુ કે, "બંને બાળકોની હત્યા કરવામાં આવી છે. બનાવ બાદ આશ્રમને પુરાવાનો નાશ કરવા માટે સમય આપવામાં આવ્યો હતો. આ કેસમાં સીબીઆઈ તપાસ થવી જોઈએ. આ મામલે અમે રજૂ કરેલા પુરવાઓને માન્ય રાખવામાં આવ્યા નથી."