2 માસૂમ બાળકોના મોત માટે આસારામનું ગુરૂકુળ જવાબદાર: તપાસ રિપોર્ટ

Last Modified શુક્રવાર, 26 જુલાઈ 2019 (12:55 IST)
અમદાવાદ: આસારામના અમદાવાદ સ્થિત ગુરૂકુળ 2 બાળકોના શંકાસ્પદ મોત માટે જવાબદાર છે. તેનો ખુલાસો જસ્ટિસ (નિવૃત) ડીકે ત્રિવેદી કમીશનના તપાસ રિપોર્ટમાં ખુલાસો થયો છે. શુક્રવારે તપાસ રિપોર્ટને ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં બાળકોના મોત માટે આસારામના ગુરૂકુળની બેકાળજી જવાબદાર છે. આ મામલે ફરીથી ન્યાયિક તપાસ માટે જસ્ટિસ (નિવૃત) ડીકે ત્રિવેદી કમીશનની રચના કરવામાં આવી હતી. આ સાથે જ કમીશને પોતાના રિપોર્ટમાં 10 વર્ષની નાના બાળકોને કોઇપણ હોસ્ટેલમાં એડમિશન ન આપવાની વાત કહી હતી.


જોકે, 3 જુલાઇ 2008ના રોજ આસારામના અમદાવાદ સ્થિત ગુરૂકુળમાંથી બાળકો ગુમ થયા હતા. ત્યારબાદ 5 જુલાઇના રોજ આ બાળકોની લાશ ગુરૂકુળની પાછળ સાબરમતીના કિનારે સંદિગ્ધ અવસ્થામાં મળી હતી. આ બાળકોની ઓળખ 10 વર્ષીય દીપેશ અને 11 વર્ષીય અભિષેક વાઘેલાના રૂપમાં થઇ હતી. આ બંને બાળકો આસારામના ગુરૂકુળમાં જ ભણતા હતા. આ મામલો સામે આવ્યા બાદ પરિવારજનોએ આસારામને કઠેડામાં ઉભા કરી દીધા હતા.

મૃતક બાળકોના પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે આસારામના આશ્રમમાં કાળો જાદૂ થાય છે. કાળા જાદૂ માટે બાળકોની હત્યા કરવામાં આવી છે. ત્યારબાદ આસારામ વિરૂદ્ધ અમદાવાદમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. પરિવારજનોની માંગ બાદ ગુજરાત સરકારે જસ્ટિસ (નિવૃત) ડીકે ત્રિવેદીના નેતૃત્વમાં એક કમીશનની રચના કરી હતી અને કેસની ફરીથી તપાસ સોંપી હતી. તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી નરેંદ્ર મોદી હતા.


આ ઉપરાંત ગુજરાત વિધાનસભામાં નલિયા દુષ્કર્મ કાંડની તપાસનો રિપોર્ટ પણ રજૂ કરવાનો છે. ગુજરાત સરકારે જસ્ટિસ (નિવૃત) એએલ દવેના નેતૃત્વ બહુચર્ચિત નલિયા દુષ્કર્મ કાંડની તપાસ માટે કમિશન બનાવ્યું હતું. નલિયા કાંડને લઇને ગુજરાત વિધાનસભામાં પહેલાં પણ હોબાળો થઇ ચૂક્યો છે. બધાની નજર આ રિપોર્ટ પર છે. તેને લઇને વિપક્ષની પ્રતિક્રિયા પણ સામે આવી શકે છે.

આ સાથે જ ગુજરાત વિધાનસભામાં શુક્રવારે સવારે આર્થિક સ્થિતિને લઇને કંટ્રોલર તથા ઓડિટર જનરલ (CAG)નો ઓડિટ રિપોર્ટ રજૂ કરવામાં આવશે. આ રિપોર્ટમાં વર્ષ 2017-18માં ગુજરાતની આર્થિક સ્થિત, ખર્ચ અને ઇનકમની સમીક્ષા કરવમાં આવશે. આ દરમિયાન ગુજરાત વિધાનસભામાં 9 સરકારી બિલ પણ રજૂ કરવામાં આવશે. આ સાથે જ ગુરૂકુળ કાંડ અને નલિયા કાંડ મામલે રાજ્યના ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવેલો રિપોર્ટ પણ શેર કરવામાં આવશે.


આ પણ વાંચો :