ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 30 જાન્યુઆરી 2019 (14:45 IST)

ગુજરાતના શિક્ષણમંત્રીએ આસારામની સંસ્થાને શુભેચ્છા સંદેશ આપતાં વિવાદ

પોતાના આશ્રમમાં રહેતી સાધ્વીજી પર બળાત્કાર ગુજારનાર અને પોતાની જાતને સતત ‘આસારામ બાપુ’ કહેવડાવનાર ગુજરાતના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને પ્રેમ ઉભરાયો છે. દુષ્કર્મના કેસમાં હાલમાં રાજસ્થાનની જેલમાં સજા કાપી રહેલા આસારામનો આશ્રમ અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલો છે એ જ આશ્રમ છે કે જ્યાં થોડા વર્ષો પહેલા આશ્રમના ગુરુકુળમાં ભણી રહેલા બે માસૂમ બાળકો દીપેશ અને અભિષેકના શંકાસ્પદ રીતે મૃત્યુ થયા હતા.સમાજમાં ધર્મના નામે અને તેની આડમાં પાખંડી કૃત્ય આચરનારા આસારામબાપુના આશ્રમને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પોતાના સત્તાવાર અને છાપેલા લેટરહેડ ઉપર ગુરુ વંદના નિમિત્તે શુભેચ્છા સંદેશો મોકલ્યો છે.

14મી ફેબ્રુઆરીએ માતૃ-પિતૃ દિવસ ની ઉજવણી થવાની છે આથી શિક્ષણ મંત્રી ચુડાસમાએ આસારામ આશ્રમને શુભેચ્છા સંદેશો પાઠવ્યો છે. જેમાં કહ્યું છે કે માતા-પિતા અને ગુરુની સેવા કરનારા આદરણીય બની જાય છે. શિક્ષણ મંત્રીના આવા સંદેશાની જાણ અન્ય મંત્રીઓને પણ થઈ ગઈ છે તેમજ ભાજપના નેતાઓ અને કાર્યકરોને પણ ખબર પડી ગઈ છે જેને લઈને સોશિયલ મીડિયા પર ભારે હોબાળો મચી ગયો છે.
જેમાં જણાવ્યું છે કે આસારામ બાપુ માટે શા માટે પ્રેમ ઉભરાયો છે તેની કોઈને ખબર પડતી નથી. સોશિયલ મીડિયા પર લોકો બળાપો ઠાલવતા લખાણ લખી રહ્યા છે જેમાં એક યુવાને ખૂબ જ આક્રોશ વ્યક્ત કરી લખ્યું છે કે એક બળાત્કારી અને ખૂન કેસ તથા ગેરકાયદેસર રીતે કરોડો રૂપિયાની મિલકત વસાવનારા ઢોંગી આસારામ બાપુના આશ્રમ પર શુભેચ્છા સંદેશો મોકલી ને શિક્ષણ મંત્રી પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે.