રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: નવી દિલ્હી. , મંગળવાર, 20 નવેમ્બર 2018 (12:48 IST)

અબરામ ખાન અમિતાભ બચ્ચનથી થયા નારાજ.. બોલ્યા દાદાજી તમે અમારી ઘરે કેમ નથી રહેતા ?

અમિતાભ બચ્ચનની પૌત્રી આરાધ્ય બચ્ચન (Aaradhya Bachchan)એ 16 નવેમ્બરના રોજ પોતાનો 7મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો. આરાધ્યના જન્મદિવસ પર અનેક બોલીવુડ સેલેબ્સ પોતાના બાળકો સાથે સામેલ થયા. પાર્ટીમાં શાહરૂખ ખાનના નાના પુત્ર અબરામ(AbRam Khan)  પણ હાજરી આપી. અબરામ ખાન બિગ બી ને પોતાના દાદા માને છે. જેનો ઉલ્લેખ શાહરૂખ ખાન પહેલા પણ કરી ચુક્યા છે. આ પાર્ટીમાં અબરામ દાદાથી નારાજ થઈ ગયા. આવુ એ માટે કારણ કે અમિતાભ બચ્ચન તેમની સાથે મન્નત (શાહરૂખના ઘરે) નથી રહેતા. 
 
અમિતાભ બચ્ચને નાનકડા અબરામ સાથે એક સુંદર તસ્વીર રજુ કરી છે. કેપ્શનમાં તેમણે લખ્યુ, "અને આ છે અબરામ ખાન, શાહરૂખ ખાનના નાના પુત્ર્. જે પૂર્ણ રૂપથી મને પોતાના પિતા માને છે અને એવુ વિચારે છેકે શાહરૂખના પિતા તેમના ઘરે કેમ નથી રહેતા.  ? 
તસ્વીરમાં અબરામ ખાન પોતાના દાદા અમિતાભ બચ્ચન સાથે હાથ મિલાવતા જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આરાધ્યના જન્મદિવસમાં અબરામ એકલા ગયા હતા. ગયા વર્ષે તેઓ પિતા શાહરૂખ ખાન સાથે પાર્ટીમાં જોડાયા હતા. આરાધ્યના છઠ્ઠા જન્મદિવસ પર અબરામે આરાધ્યા અને અમિતાભ બચ્ચન  પાસે બુઢ્ઢીના બાલ ખાવાની જીદ કરી હતી. જેનો ઉલ્લેખ અમિતાભે ટ્વિટર પર કર્યો હતો. 
 
અમિતાભે ટ્વીટમાં લખ્યુ હતુ આ નાનકડા બાળક માટે જે આ રેશેદાર બુડ્ઢી કે બાલ ખાવા માંગતો હતો.. તો અમે તેને લઈને એક સ્ટોલ પર ગયા અને તે મેળવીને તેના ચેહરા પરની ખુશી અમૂલ્ય હતી. અબરામ.. નાનકડો શાહરૂખ ખાન.. મનોહર.. 
 
શાહરૂખે તેના પર પ્રતિક્રિયા આપતા ટ્વીટ કર્યુ હતુ.. ધન્યવાદ સર.. આ એ ક્ષણ છે જે તેને સારુ લાગે ક હ્હે.. આમ તો જ્યારે પણ તે તમને ટીવી પર જુએ છે તમને મારા પિતા સમજે છે. 
 
ઉલ્લેખનીય છે કે અબરામ ઉપરાંત શિલ્પા શેટ્ટી અક્ષય કુમાર ઈશા દેઓલ ફરાહ ખાન કુદ્રા સહિત અનેક સેલેબ્સના બાળકો આ પાર્ટીમાં સામેલ થયા.