શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 1 નવેમ્બર 2017 (16:30 IST)

Birthday Special - સલમાન નહોતા ઈચ્છતા કે એશ્વર્યા Kiss સીન કરે, તેથી છોડી આ ફિલ્મ...

ઝીલ જેવી ભૂરી આંખોવાળી સુંદર એશ્વર્યા રાય આજે તેમનો 44મો જનમદિવસ ઉજવી રહી છે. આ અવસરે તેમની સુંદરતા જીવનના કેટલાક મજેદાર બનાવની વાત  ન હોય તો નાઈંસાફી થશે. એશ્વર્યા રાયના જીવન પર લખેલી ચોપડી hall of fame વિશે જણાવેલી કેટલીક વાતો જાહેર છે તેમના ફેંસ માટે મિલિયન ડાલર સ્માઈલવાળી આ બ્યૂટીએ પહેલી એડ ફિલ્મ ત્યારે કરી હતી જ્યારે એ 9મા ઘોરણમાં ભણતી હતી.એશ્વર્યાની એડ એક પેંસિલ કંપની માટે હતી. 
એશ્વર્યા અભ્યાસમાં બહુ સારી હતી તેણે 12મા સુધી કેમેસ્ટ્રી વિષયમાં 100માંથી 97 અંક મેળ્વ્યા હતા. 
હિટ ફિલ્મ હમ દિલ દે ચુકે સનમના એક શૉટમાં એશ્વર્યા રાયને ખૂબ મરચા ખાધા હતા જેથી એ શૉટ પરફેક્શનથી આપી શકે. 
આ ચોપડીમાં આ વાતપણ જણાવી છે કે એશ્વર્યા બાળપણમાં જ્યારે પણ કરિયાણું કે શાકભાજી લેવા માર્કેટ જતી હતી તો એ હમેશા બારગેન કરતી હતી. 
એશ્વર્યાનો નિક નેમ એશુ છે અને એશુને જ્વેલરીથી વધારે ઘડિયાળ કલેક્ટ કરવાનો શોખ છે. 
એશ્વર્યાને કરણ જોહરની ફિલ્મ કુછ કુછ હોતામાં રાનીની ભૂમિકા અને રાજા હિન્દુસ્તાનીમાં તેને કરિશ્માની ભૂમિકા ઑફર થઈ હતી
કામ ફિલ્મ ફેસ્ટીવલમાં જ્યૂરીમાં શામેલ  થનારી એશ્વર્યા રાય પ્રથમ ઈંડિયન એક્ટેસ હતી. 
એશ્વર્યા રાયના સલમાન ખાનના અફેયરના ખૂબ ચર્ચા રહ્યા હતા. તે સમયે એશ્વર્યા સુપરસ્ટાર કમલ હાસનની અભય નામની ફિલ્મ છોડી દીધી હતી. તેનુ કારણ  સલમાન છે. ફિલ્મમાં કિસિંગ સીન હતો સલમાન જેના વિરોધમાં હતા. તેથી એશ્વર્યાએ ફિલ્મ છોડવી પડી