અનિલ કપૂર TIME મેગેઝિનના 100 પ્રભાવશાળી લોકોના લીસ્ટમાં સામેલ, AI ક્ષેત્રમાં આ સિદ્ધિ બદલ સન્માનિત
અભિનેતા અનિલ કપૂરે એક મોટું કાર્ય કર્યું છે. તેમનું નામ 'ટાઈમના 100 મોસ્ટ ઈન્ફલ્યુશિયલ પીપલ'ની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. ટાઇમ મેગેઝિને તાજેતરમાં 100 પ્રભાવશાળી લોકોના નામોની યાદી બહાર પાડી છે જેમણે AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે વિશેષ યોગદાન આપ્યું છે. જેમણે AIના વિકાસમાં મદદ કરી અને તેથી જ અનિલ કપૂરનો પણ આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. 100 પ્રભાવશાળી હસ્તીઓની યાદીમાં અનિલ કપૂર ઉપરાંત હોલીવુડ સ્ટાર સ્કારલેટ જોહનસન, માર્ક ઝકરબર્ગ અને સુંદર પિચાઈનું નામ સામેલ છે.
એક સમયે જ્યારે SAG-AFTRA સભ્યો સંમતિ અને વળતર વિના તેમની AI પ્રતિકૃતિઓના ઉપયોગને લઈને મોટા હોલીવુડ સ્ટુડિયો સામે લડી રહ્યા હતા, ત્યારે ભારતીય સ્ટાર અનિલ કપૂર પણ આવી જ લડાઈ લડી રહ્યા હતા. તેમણે સપ્ટેમ્બર 2023માં દિલ્હી હાઈકોર્ટમાં AI વિરુદ્ધ કેસ જીત્યો હતો.
અનિલ કપૂરે AI ક્ષેત્રમાં કેવી રીતે મદદ કરી?
અનિલ કપૂરે AI દ્વારા પોતાના વ્યક્તિત્વ અધિકારોના દુરુપયોગ સામે રક્ષણની માંગ કરી હતી અને દિલ્હી હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. ત્યારબાદ કોર્ટે અનિલ કપૂરના અવાજ, ફોટોગ્રાફ્સ, વીડિયો, નામ કે સંવાદોના ઉપયોગ પર તેમની સંમતિ વિના પ્રતિબંધ મૂક્યો હતો. અભિનેતાએ આ પગલું ત્યારે લીધું જ્યારે તેણે જોયું કે તેના નકલી વીડિયો, gif અને ઈમોજીસની મોટી સંખ્યામાં વિકૃત અને ઓનલાઈન પ્રસારણ થઈ રહ્યું છે.