ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 3 સપ્ટેમ્બર 2024 (16:07 IST)

The Buckingham Murders: 1 મર્ડર અને 5 સસ્પેક્ટ, મર્ડર-મિસ્ટ્રી, 'ધ બકિંગહામ મર્ડર્સ'નું ટ્રેલર રિલીઝ

The Buckingham Murders
The Buckingham Murders
કરીના કપૂર અભિનીત ફિલ્મ "ધ બકિંગહામ મર્ડર્સ" ની જાહેરાત થઈ ત્યારથી જ અભિનેત્રીના ફેંસ તેના વિશે ખૂબ જ ઉત્સુક છે. હવે આ મર્ડર-મિસ્ટ્રી રિલીઝ થવામાં થોડા જ દિવસો બાકી છે, આ દરમિયાન મેકર્સ દ્વારા ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યું છે.  હવે ફેંસની આતુરતાનો અંત આવ્યો છે, કારણ કે 'ધ બકિંગહામ મર્ડર્સ'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. કરીના કપૂર ખાન અભિનીત આ ફિલ્મને લઈને ચાહકો ખૂબ જ ઉત્સુક છે, કારણ કે તેમાં અભિનેત્રી પહેલા ક્યારેય નહીં જોયેલા અવતારમાં જોવા મળશે.

ધ બંકિધમ મર્ડસનુ ટ્રેલર રજુ 

 
થોડા દિવસ પહેલા "ધ બકિંગહામ મર્ડર્સ" નું ટીઝર રજુ કરવામાં આવ્યું હતું, જેને દર્શકોનો જોરદાર પ્રતિસાદ મળ્યો હતો અને હવે આ ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. ધ બકિંગહામ મર્ડર્સનું ટ્રેલર સસ્પેન્સ અને રોમાંચથી ભરેલું છે. ટ્રેલરની શરૂઆત એક યુવકથી થાય છે જે હત્યાનો શંકાસ્પદ નંબર 1 છે. આ યુવક પોલીસના હાથે ઝડપાઈ ગયો, જેના કારણે કરીના કપૂરે સવાલ કર્યો કે તે 15 નવેમ્બરની રાત્રે ક્યાં હતો. આ પછી તે હત્યાની રાત વિશે અન્ય શંકાસ્પદ લોકોની પૂછપરછ કરે છે.
 
પોલીસ  ઓફિસર બની છે કરીના કપૂર 
કરીના કપૂર ખાન સ્ક્રીન પર એક સ્ટ્રીક પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળવાની છે. કરીના ઈડસ્ટ્રીમાં 25 વર્ષોથી પોતાના સક્સેસફુલ કરિયર પછી આ ફિલ્મ સાથે એક પ્રોડ્યુસરના રૂપમાં પણ એક નવી યાત્રા શરૂ કરી રહી છે.  વીરે દી વેડિંગ અને ક્રૂ પછી અભિનેત્રી ફરીથી એકતા આર કપૂર સાથે કામ કરી રહી છે. જે કમર્શિયલ હિટ ફિલ્મો માટે જાણીતી છે.  આ વખતે એકતા સંપૂર્ણ સસ્પેન્સ થ્રિલર ફિલ્મને સપોર્ટ કરી રહી છે. આ ફિલ્મનું નિર્દેશન એવોર્ડ વિજેતા અને ખૂબ વખાણાયેલા દિગ્દર્શક હંસલ મહેતા દ્વારા કરવામાં આવ્યું છે, જેમને તેમની ફિલ્મો અને વેબ શો જેમ કે "શાહિદ", "સિટી લાઇટ્સ", "સ્કેમ 1992" અને "સ્કૂપ" માટે પ્રેક્ષકો દ્વારા પસંદ કરવામાં આવે છે.
 
આ દિવસે રિલીઝ થશે બકિંગહામ મર્ડર્સ 
બકિંગહામ મર્ડર્સ 13 સપ્ટેમ્બર, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં કરીના કપૂર ખાન, એશ ટંડન, રણવીર બ્રાર અને કીથ એલન જેવા પ્રતિભાશાળી સ્ટાર્સ છે. આ ફિલ્મનું નિર્દેશન હંસલ મહેતા દ્વારા કરવામાં આવ્યું છે અને અસીમ અરોરા, કશ્યપ કપૂર અને રાઘવ રાજ કક્કરે લખ્યું છે.