રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 3 માર્ચ 2021 (13:27 IST)

તાપસી પન્નુ, અનુરાગ કશ્યપ અને મઘુ મંટેનાના ઘરે ઈનકમ ટેક્સની રેડ

બોલીવુડ કલાકાર એકવાર ફરી આવકવેરા વિભાગની રડાર પર આવી ગયા છે. જાણવા મળ્યુ છે કે અભિનેત્રી તાપસી પન્નુ ડાયરેક્ટર અનુરાગ કશ્યપ,  પ્રોડ્યુસર મઘુ મંટેના અને ડાયરેક્ટર વિકાસ બહલના ઘરે છાપેમારી કરી છે. આવકવેરા વિભાગ ફૈટમ ફિલ્મ સાથે જોડાયેલ લોકોની તપાસ કરી રહી છે. ફૈટમ ફિલ્મ પર આરોપ છે કે તેમને ટૈક્સની ચોરી કરી હતી. 
 
ઉલ્લેખનીય છે કે ફૈટમ ફિલ્મની સ્થાપના અનુરાગ કશ્યપ, વિક્રમાદિત્ય મોટવાની, મઘુ મંટેના અને વિકાસ બહેલે મળીને કરી હતી. વર્ષ 2018માં વિકાસ બહલ પર લાગેલ યૌન શોષણના આરોપોના પછી આ કંપની ખતમ થઈ ગઈ હતી અને ચારેય પાર્ટનર જુદા થઈ ગયા હતા. 
 
જાણવા મળ્યુ છે કે મુંબઈમાં અભિનેત્રી તાપસી પન્નુ, ડાયરેક્ટર અનુરાગ કશ્યપના ઘર સહિત  22 ઠેકાણા પર ઈનકમ ટૈક્સની ઓચિંતી રેડ કરવામા આવી. આ ઉપરાંત ઈનકમ ટેક્સ વિભાગની ટીમ પુણેમાં પણ અનેક સ્થાન પર તપાસ કરી રહી છે. આવકવેરા વિભાગની રડાર પર હાલ 4 કંપનીઓ છે.