મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 19 જુલાઈ 2017 (10:48 IST)

Jagga Jasoosની આ અભિનેત્રીએ કર્યુ સુસાઈડ !!

તાજેતરમાં જ રજુ થયેલ રણબીર કપૂર અને કેટરીના કૈફની જગ્ગા જાસૂસમાં જોવા મળેલી વિદિશા બેજબરુઆએ ગઈકાલે ગુરૂગ્રામમાં સુસાઈડ કરી લીધુ. અસમની રહેનારી  વિદિશા એક્ટર અને સિંગર હતી અને તાજેતરમાં પોતાના પતિ સાથે મુંબઈથી ગુરૂગ્રામ શિફટ થઈ હતી. વિદેશા જાણીતી ટીવી પર્સનાલિટી હતી અને અનેક સ્ટેજ શો ને હોસ્ટ પણ કરી ચુકી હતી. 

ઉલ્લેખનીય છે કે ઘટનાસ્થળ પરથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. આ મામલે પોલીસે તેમના પતિની ધરપકડ કરી લીધી છે. ગુરૂગ્રામના સુશાંત લોગમાં રહેનારી વિદિશાએ પંખા પર લટકીને આત્મહત્યા કરી લીધી છે. 
 
ગુરૂગ્રામ પોલીસના પીઆરઓએ જણાવ્યુ કે વિદિશાના પિતાએ તેના પતિ પર આરોપ લગાવતા કહ્યુ છે કે  તે રોજ વિદિશનએ માનસિક રૂપે પરેશાન કરતો હતો અને તેનાથી કંટાલીને વિદિશાએ આત્મહત્યા કરી લીધી. સુશાંત લોક પોલીસ મથકમાં સુસાઈડ માટે મજબૂર કરવાનો કેસ નોંધાય ચુક્યોક હ્હે. 
 
એટલુ જ નહી પોલીસ વડા દીપક સહારને જણાવ્યુ કે વિદિશાના પિતાને કંઈક અણગમતુ થવાની આશંકા થઈ ગઈ હતી. કારણ કે તે સોમવારે સાંજથી જ ફોન રિસિવ નહોતી કરી રહી.  જેના સમાચાર તેમને નિકટના પોલીસ મથકમાં આપ્યા. પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને જોયુ તો અંદરથી દરવાજો બંધ હતો. જ્યારે દરવાજો તોડીને પોલીસ અંદર ગઈ તો તેને પંખા પર લટકેલી મળી. 
 
પોલીસે଒  વિદિશાના ફેસબુક અને વ્હાટ્સએપની તપાસ કરી રહી છે.  બીજી બાજુ અસમના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરને કેસની તપાસ કરવાની માંગ કરી છે.