મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 12 સપ્ટેમ્બર 2022 (09:14 IST)

Box office Brahmastra પહેલા વિકેન્ડ પર બ્રહ્માસ્ત્રની સેંચુરી, કમાણી 100 કરોડને પાર

Box office record break collection Brahmastra: બ્રહ્માસ્ત્રને બોક્સ ઓફિસ પર દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. શરૂઆતના દિવસે જોરદાર ઓપનિંગ કર્યા બાદ ફિલ્મને પહેલા દિવસની સરખામણીએ બીજા દિવસે વધુ ફૂટફોલ મળ્યો છે. તમને જણાવી દઈએ કે શનિવારે બીજા દિવસે ફિલ્મે વિશ્વભરમાં 85 કરોડ 
રૂપિયાની કમાણી કરી હતી. આનો અર્થ એ છે કે, ફિલ્મે બે દિવસમાં વિશ્વભરમાં 160 કરોડની કમાણી કરી લીધી છે. જેના પરથી સ્પષ્ટ થાય છે કે આ ફિલ્મ તેના પહેલા વીકેન્ડ સુધી 250 કરોડની કમાણી કરી શકે છે. આ ફિલ્મના હિન્દી વર્ઝનએ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું એટલું જ નહીં, આ ફિલ્મના ડબ વર્ઝને પણ રેકોર્ડ બ્રેક કમાણી 
 
કરી છે.
 
રણબીર કપૂર અને આલિયા ભટ્ટની બ્રહ્માસ્ત્ર, જે 9 સપ્ટેમ્બરે રિલીઝ થઈ હતી, તેણે બોક્સ ઓફિસ પર જબરદસ્ત ઓપનિંગ કરી હતી. બોક્સ ઓફિસ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, ફિલ્મે રવિવારે લગભગ 38-39 કરોડનું કલેક્શન કર્યું છે.
 
100 કરોડના ક્લબમાં બ્રહ્માસ્ત્રની એન્ટ્રી
બોક્સ ઓફિસ પર રિલીઝના પહેલા વીકએન્ડ પહેલા જ ઘણા રેકોર્ડ તોડી ચૂકેલી બ્રહ્માસ્ત્રે અત્યાર સુધીમાં દેશભરમાં 100 કરોડ રૂપિયાની કમાણી કરી છે. બોક્સ ઓફિસ ઈન્ડિયાના અહેવાલ મુજબ, ફિલ્મે રવિવારે લગભગ 38-39 કરોડનું કલેક્શન કર્યું હતું અને અન્ય 4 કરોડ અન્ય ભાષાઓમાં કલેક્શનના આંકડા જાહેર કર્યા છે. આ રીતે ફિલ્મે ત્રીજા દિવસે લગભગ 42-43 કરોડની કમાણી કરી લીધી છે. આ રીતે ફિલ્મે પહેલા વીકેન્ડમાં જ 105 કરોડનું કલેક્શન કર્યું છે. કોઈ પણ ફિલ્મ માટે કોઈ રજા વિના તેના પ્રથમ વીકેન્ડમાં 100 કરોડનો આંકડો પાર કરવો એ મોટી વાત છે.