બુધવાર, 1 ફેબ્રુઆરી 2023
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified મંગળવાર, 23 ઑગસ્ટ 2022 (13:42 IST)

Brahmastra 2: જળ દેવી બનશે દીપિકા પાદુકોણ? લીડ રોલમાં થશે રણવીર સિંહ

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર સ્ટારર ફિલ્મ બ્રહ્માસ્ત્રનો ફેંસને આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ઘણા સમયથી આ ફિલ્મને લઈને ઘણા સમાચાર આવી રહ્યા છે અને હવે 9 સેપ્ટેમ્બરને ફિલ્મ રીલીજ થઈ રહી છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આ ફિલ્મથી પહેલીવાર મોટા પડદા પર સાથે નજર આવશે અને આ મેગા બજેટની મૂવીને બૉલીવુડનો માર્વલ યુનિવર્સલ કહેવાઈ રહ્યુ છે. 
 
ફિલ્મ અત્યારે રિલીઝ નથી થઈ છે અને આ વચ્ચે દર્શકોમાં તેના આવતા પાર્ટને લઈને ચર્ચાઓ થવા લાગી છ. ફિલ્મનો પ્રથમ પાર્ટ સિનેમાઘરમાં કેવો પરફાર્મ કરશે આ જોવો રોચક હશે પણ આ વચ્ચે ત્રણ પાર્ટસમાં બની રહી આ ફિલ્મના પાર્ટ 2 ને લઈને વાતો ચાલી રહી છે. આવતી ફિલ્મમાં કયા કલાકારો કરશે મુખ્ય ભૂમિકા?
બોલિવૂડના કોરિડોરમાં એવા અહેવાલો છે કે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહને આગામી ભાગ માટે નિર્માતાઓ દ્વારા ફાઈનલ કરવામાં આવ્યા છે. બોલિવૂડ લાઈફનો અહેવાલ અહેવાલો અનુસાર, દીપિકા પાદુકોણ બ્રહ્માસ્તા 2 માં જલ દેવીનું પાત્ર ભજવતી જોવા મળી શકે છે અને કેટલાક લોકોએ ટ્રેલરનો સ્ક્રીનશોટ શેર કરતા કહ્યું છે કે પાણીની વચ્ચે ચાલતી છોકરી દીપિકા છે.